ગુજરાત પાસિંગની કાર અટકાવીને મુંબઈની ટ્રાફિક-પોલીસે લાંચ માગી

31 May, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાઇરલ થઈ, ટ્રાફિક-પોલીસે તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં મોડી રાત્રે વાહનોના ચેકિંગ દરમ્યાન એક ટ્રાફિક-પોલીસ દ્વારા હેરાનગતિ કરીને લાંચ માગવામાં આવી હોવાની સોશ્યલ મીડિયા પર મુકાયેલી પોસ્ટ વાઇરલ થતાં મુંબઈની ટ્રાફિક-પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને ઇન્ટર્નલ ઇન્ક્વાયરી શરૂ કરી છે.

અનિરુદ્ધ કેજરીવાલ નામની એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટ્રાફિક-પોલીસની વર્તણૂક વિશે માહિતી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની કાર પર ગુજરાતનો રજિસ્ટ્રેશન નંબર (GJ) હોવાથી એક ટ્રાફિક-પોલીસે તેને અધવચ્ચે રોક્યો હતો. ત્યાર બાદ પોલીસે તેના પર ટ્રાફિકના નિયમોના ભંગના ખોટા આક્ષેપો લગાવીને ૩૦૦૦ રૂપિયાના દંડની ધમકી આપી હતી. અનિરુદ્ધ કેજરીવાલનો આરોપ છે કે બાદમાં સેટલમેન્ટ કરવા માટે પોલીસે ૧૦૦૦ રૂપિયાની લાંચની માગણી કરી હતી.

સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાઇરલ થતાં જ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે એની ખરાઈ કરવા માટે અને ઘટનાસ્થળે કયો 

પોલીસ-કર્મચારી તહેનાત હતો તેની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

mumbai news mumbai mumbai traffic police mumbai traffic social media viral videos