Mumbai Transport: ઓરેન્જ ગૅટ-મરીન ડ્રાઈવ પ્રૉજેક્ટને ગતિ મળી- CMના હસ્તે ટનલિંગનું ઉદ્ઘાટન થયું

03 December, 2025 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Transport: આ પ્રસંગે ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર એમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓમ મહાનુભાવોએ હાજરી આપી હતી.

તસવીર- શાદાબ ખાન

Mumbai Transport: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્યના મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટને લોન્ચ કર્યો હતો. આજે તેઓએ 9.23 કિમીના ભૂગર્ભ રોડ કૉરિડોર માટે ટનલ બોરિંગ મશીન (TBM) લોન્ચ કર્યું હતું. આ કૉરિડોર પૂર્વીય ફ્રીવે પર ઓરેન્જ ગૅટને મરીન ડ્રાઇવ સાથે કનેક્ટ કરશે. આ લોન્ચિંગ પૂર્વ-પશ્ચિમ કનેક્શનને ઓર વધારે મજબૂત કરશે. આ પ્રસંગે ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર એમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓમ મહાનુભાવોએ હાજરી આપી હતી. ટનલ બોરિંગ મશીનનું લોન્ચિંગ કરાતાં હવે કૉરિડોર પર સંપૂર્ણ ટનલિંગનું કામ શરુ થઇ ગયું છે.

આ પ્રૉજેક્ટથી શું લાભ થશે?

આ પ્રૉજેક્ટ (Mumbai Transport)નો અંદાજીત ખર્ચ 8, 056 કરોડનો છે અને ૫૪ મહિનામાં કમ્પલીટ થવાનો અંદાજ છે. આ પ્રૉજેક્ટમાં લગભગ દસ કિલોમીટરના રોડવેની ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ સાત કિલોમીટર સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ હશે. એકવાર કૉરિડોર શરુ થઇ જશે પછી તે મુંબઈનાં પૂર્વીય અને દક્ષિણ પરાં વચ્ચે મુસાફરીના સમયને પંદરથી વીસ મિનિટ સુધી ઘટાડી દેશે. તેટલું જ નહીં, પણ આને લીધે ફ્યુલના વપરાશમાં પણ ઘટાડો થશે. મેઈન ટ્રાફિક-ઝોનમાં હવા અને ધ્વનિ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આ પ્રૉજેક્ટ બદલ એન્જીનીયર્સ જણાવે છે કે મુંબઈ જેવા અતિશય ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઊંડાઈ અને સંરેખણને દૃષ્ટિએ આ ટનલ ભારતમાં આ પ્રકારની પ્રથમ ટનલ કહી શકાય. મધ્ય અને પશ્ચિમ રેલવે લાઇનો તેમજ મુંબઈ મેટ્રો લાઇન 3 (એક્વા લાઇન) સહિત મુખ્ય પરિવહન આ કૉરિડોર હેઠળ ચાલશે.

તમને જણાવી દઈએ કે આ પ્રૉજેક્ટ (Mumbai Transport)માં ટ્વીન ટનલ છે. દરેકમાં બે 3.2 મીટરની ટ્રાફિક લેન અને એક્સ્ટ્રા 2.5 મીટરની ઇમરજન્સી લેન છે. મહત્તમ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડવાની મંજૂરી આપવામાં આવશે. સલામતી માટે ક્રોસ પેસેજ દર ૩૦૦ મીટર પર બે ટનલને કનેક્ટ કરશે. આ યોજનામાં મોનિટરિંગ અને ટ્રાફિકના પ્રવાહમાં સુધારો કરવા માટે અદ્યતન વેન્ટિલેશન સિસ્ટમ્સ, અગ્નિ પ્રતિરોધક સામગ્રી, આધુનિક ઇલ્યુમિનેશન અને ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આઇટીએસ)નો પણ વપરાશ કરવામાં આવશે. આ કૉરિડોર આખરે કોસ્ટલ રોડ અને અટલ સેતુ સહિત મુખ્ય પરિવહન સાથે કનેક્ટ થવાનો છે, જેથી મુંબઈનું મોબિલિટી નેટવર્ક વધુ ભવ્ય બનશે.

તમને એ પણ જણાવી જ દઈએ કે ટનલનીંગનું (Mumbai Transport) કામ છે એ સંપૂર્ણ રીતે સ્લરી-શીલ્ડ એટલે કે ટીબીએમનો ઉપયોગ કરીને જ હાથ ધરવામાં આવશે. આ ટેકનીક ખાસ કરીને મુંબઈ જેવા દરિયાકાંઠાના પ્રદેશ માટે સારી રીતે બંધ બેસતી ટેકનીક છે. આ અગાઉ મુંબઈ કોસ્ટલ રોડ પ્રૉજેક્ટમાં પણ તેનો જ ઉપયોગ કરાયો હતો.

mumbai news mumbai transport mumbai mumbai travel Mumbai Coastal Road mumbai traffic devendra fadnavis maharashtra news maharashtra government eknath shinde