19 November, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીરમાતા જિજાબાઈ ભોસલે બૉટનિકલ ઉદ્યાન અને ઝૂ
રૉયલ ચાલ ચાલીને આવતા રૉયલ બેન્ગૉલ ટાઇગર ‘જય’ને નજીકથી જોવો અને માત્ર એક કાચની આડશથી તેને પાણીમાં તરતો જોવાનો લહાવો, ઍન્ટાર્કટિકાના બરફમાં પરેડ કરતાં પેન્ગ્વિનને મુંબઈમાં મજા કરતાં જોવા, જાત-જાતનાં પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપને જોવાનો લહાવો આપતા માત્ર મુંબઈના જ નહીં, પણ દેશના સૌથી જૂના વીરમાતા જિજાબાઈ ભોસલે બૉટનિકલ ઉદ્યાન અને ઝૂને આજે ૧૬૩ વર્ષ પૂરાં થયાં છે. મુંબઈની મધ્યમાં આવેલા રાણીબાગ ઝૂના નામે ઓળખાતા આ ઝૂમાં ૧૧ પ્રજાતિનાં ૮૧ સસ્તન પ્રાણીઓ સહિત કુલ ૩૯૩ પ્રાણીઓ, ૧૩ પ્રજાતિનાં ૨૫૬ પક્ષીઓ અને ૮ પ્રજાતિનાં ૫૫ સરીસૃપ જોવા મળે છે. એટલે જ હેરિટેજ ઉદ્યાનો ધરાવતું રાણીબાગ ઝૂ કેટલાય દાયકાઓથી મુંબઈગરા અને મુંબઈની મુલાકાતે આવતા પર્યટકોનું ફેવરિટ સ્પૉટ રહ્યું છે.