Mumbai Viral Video: ઉફ્ફ આ ગરમી તો શું શું કરાવશે? વર્સોવા બીચ પરનો વિડીયો વાઇરલ

19 June, 2026 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Viral Video :વર્સોવા બીચ પર કેટલાક લોકો ઊંઘી રહ્યા હોય એવો વિડીયો વાઇરલ થયો છે. અત્યારે જૂન મહિનો પૂરો થવામાં હોઇ વરસાદના કોઈ એંધાણ નથી વર્તાઇ રહ્યા ત્યારે મુંબઈગરાઓ બરાબરના ત્રાસી ગયા છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

એક બાજુ મુંબઈમાં ચોમાસું લંબાઈ રહ્યું છે ત્યાં બીજી તરફ ઉકળાટને કારણે મુંબઈગરા હેરાનપરેશાન થયા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડીયો (Mumbai Viral Video) વાઇરલ થયા છે જેમાં મુંબઇગરાઓની આ હાલાકી નજરે ચઢે છે.

વાત કંઇક એમ છે કે વર્સોવા બીચ પર કેટલાક લોકો ઊંઘી રહ્યા હોય એવો વિડીયો વાઇરલ થયો છે. અત્યારે જૂન મહિનો પૂરો થવામાં હોઇ વરસાદના કોઈ એંધાણ નથી વર્તાઇ રહ્યા ત્યારે મુંબઈગરાઓ બરાબરના ત્રાસી ગયા છે. ઉકળાટથી બચવા માટે કેટલાક લોકોએ વર્સોવા બીચનો સહારો લીધો હોય તેવા આ દૃશ્યોએ ફરી ચર્ચા જગવી છે.

શું દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં?

દિવસના ભાગનો આ વિડીયો (Mumbai Viral Video) છે. જેમાં કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો બીચ પર પાથરણાં પાથરીને ઊંઘી રહ્યા છે. ઉકળાટથી બચવા માટે મુંબઈગરાએ દરિયાકિનારે સૂવાનો ઓપ્શન પસંદ કર્યો છે. સૂઈ રહેલા લોકો પાસેના સ્લમ વિસ્તારમાં રહે છે. જ્યારે આ લોકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ લોકો ઉકળાટથી બચવા માટે આ રીતે રોજ બીચ પર આવીને સૂએ છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ આ જ જગ્યા પરથી આવો જ વિડીયો સામે આવ્યો હતો.

MNSના કાર્યકર્તાઓ પહોંચ્યા પૂછપરછ માટે

રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કેટલાક નેતાઓ અહીં પહોંચી ગયા હતા. બીચ પર આટલી મોટી સંખ્યામાં લોકોને સૂઈ રહેલા જોઈને MNSના નેતાઓએ પૂછપરછ કરી હતી. વાતચીતમાં જાણવા મળ્યું કે આમાંના મોટાભાગના લોકો પાસેના ઈન્દિરા નગર એરિયામાં રહેતા હતા. રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓના ઘર છાપરાવાળા છે. અને છાપરાના પતરાઓ ગરમીમાં તો હેરાન કરી મૂકે છે. ઘરમાં રેવતું નથી. (Mumbai Viral Video) સવારે તો ઠીક, રાત્રિના સમયે પણ તાપમાન ઊંચું જ રહેતું હોવાને લીધે ઘરમાં રહેવું ભારે પડવા લાગ્યું છે. આ જ કારણોસર તેઓ ખુલ્લી જગ્યાએ સૂવાનું વધારે પસંદ કરે છે. જેથી બફરા અને ઉકળાટથી રાહત મળી શકે.

જોકે, એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે MNS નેતા આ મામલે સ્થાનિક પોલીસને લેખિતમાં અરજી કરવાના છે. આ રીતે સાર્વજનિક સ્થળોએ ઊંઘતા લોકોનું વેરિફિકેશન પણ વિનંતી કરશે. આનો આશય એટલો જ છે કે સામાન્ય નાગરિકોની આડમાં કોઈ અસામાજિક તત્વો તો આશ્રય નથી લઈ રહ્યા ને.

આમ તો ૧૦ જૂનની આસપાસ દેખા દેતો વરસાદ આ વખતે તો જુલાઇ આવવા બેઠો ત્યાં સુધી આવ્યો નથી. એ તો ઠીક પણ આકરી ગરમી પડી રહી છે. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનને આવવામાં મોડું થયું છે એટલે પાણીની કટોકટી પણ સર્જાઇ છે. ત્યારે હજી કેટલા દિવસ આ રીતે બહાર ઊંઘવું પડશે (Mumbai Viral Video) એની ચિંતા મુંબઈગરાને સતાવી રહી છે.

 

mumbai news mumbai versova monsoon news mumbai monsoon mumbai rains maharashtra navnirman sena social media viral videos