Mumbai Water Cut: દાઝ્યા પર ડામ આપશે પાલિકા, બે દિવસ ક્યાંક પાણી પુરવઠો બંધ તો ક્યાંક 25 ટકાની કપાત

16 April, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Water Cut: ગુરુવાર અને શુક્રવારે બાંદ્રા પૂર્વ સહિત ધારાવીના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે.

પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર

અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મુંબઈમાં સતત આકરો તાપ વરસી રહ્યો છે. અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિમાં જ મહાનગરપાલિકાએ પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) કરવાનો નિર્ણય કર્યો છે. 

૨૫ ટકા પાણી કાપ સહન કરવો પડશે મુંબઈકરે

તમને જણાવી દઈએ કે ગરમી વચ્ચે ગુરુવાર અને શુક્રવારે બાંદ્રા પૂર્વ સહિત ધારાવીના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઈનાં નીચેના વિસ્તારોમાં 25 ટકા જેટલો પાણી કાપ (Mumbai Water Cut) કરવામાં આવનાર છે. 

જી નોર્થનાં 60 ફીટ રોડ, 90 ફીટ રોડ, શિવ-માહિમ લિંક રોડ, એ. કે. હા. નગર, એ.પી.માં 18 એપ્રિલે સિટિ, મહાત્મા ગાંધી માર્ગ અને સંત કક્કાયા માર્ગ વિસ્તારોમાં 25 ટકા પાણી પુરવઠો કાપ રહેશે.

શા માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે?

બીએમસીનાં હાઈડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર ધારાવીના નવરંગ કમ્પાઉન્ડમાં સ્થિત 2400 મિલી વ્યાસની પાઈપલાઈનનું સમારકામ અને જોડાણનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ પાઇપલાઇન અપર વૈતરણાની મુખ્ય પાઈપલાઈન માનવામાં આવે છે. આ મહત્વની પાઇપલાઇન ઉપર ગુરુવાર-શુક્રવારે સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) રહેશે. 

મુખ્ય આ વિસ્તારોને થશે અસર

ગુરુવાર અને શુક્રવાર દરમિયાન મુંબઈના બાંદ્રા પૂર્વમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તે ઉપરાંત ધારાવીના કેટલાક વિસ્તારોમાં 25 ટકા જેટલો પાણી પર કાપ મૂકવામાં આવશે. નવી પાઈપલાઈન જોડવાનું કામ ગુરુવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે જે શુક્રવારે સવારે 4 વાગ્યા સુધી એટલે કે લગભગ 18 કલાક સુધી ચલાવવામાં આવશે.
આ વિસ્તારોમાં સંપૂર્ણ પાણી કાપ (Mumbai Water Cut) રહેશે

એચ પૂર્વ વિભાગ એટલે કે બાંદ્રા રેલ્વે ટર્મિનસ અને બાંદ્રા સ્ટેશન વિસ્તારમાં 18 અને 19 એપ્રિલે પાણી પુરવઠો બંધ રહેશે. ટે ઉપરાંત જી નોર્થનાં ધારાવી લૂપ રોડ, નાઈક નગર, પ્રેમ નગરમાં 18મી એપ્રિલે સવારે પાણી કાપ (Mumbai Water Cut) કરવામાં આવશે. જી નોર્થની વાત કરીએ તો ધારાવી લૂપ માર્ગ, ગણેશ મંદિર માર્ગ, દિલીપ કદમ માર્ગ, માહિમ ફાટક માર્ગ પર 18 એપ્રિલે સાંજે પાણી કાપ રહેશે.

અમરાવતી અને બડનેરામાં પણ પાણી બંધ રહેશે

તમને જણાવી દઈએ કે અમરાવતી અને બડનેરા શહેરોમાં 18 અને 19 એપ્રિલે બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. અમરાવતી શહેરને પાણી સપ્લાય કરતી પાઈપલાઈનમાંથી પણ પાણી લીક થઈ રહ્યું હોવાને કારણે સમારકામ હાથ ધરવાનું છે. જેને કારણે પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) કરવામાં આવશે.

સમારકામ સતત બે દિવસ ચાલનાર હોવાથી શહેરમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ જીવન સત્તામંડળ કચેરી દ્વારા કરવામાં આવી છે.

mumbai news mumbai Water Cut mumbai water levels bandra dharavi brihanmumbai municipal corporation