Mumbai Weather: ઓરેન્જ અલર્ટ વચ્ચે વરસાદની ક્યાંક ક્યાંક તોફાની બેટિંગ પણ જોવા મળી શકે

04 September, 2025 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather: આજે આકાશ વાદળછાયું જ રહેવાનું છે. ક્યાંક ક્યાંક ઠેકાણે મુશળધાર વરસાદ થવાની પણ શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના આજના હવામાન (Mumbai Weather) વિષે વાત કરવામાં આવે તો આજે આકાશ વાદળછાયું જ રહેવાનું છે. ક્યાંક ક્યાંક ઠેકાણે મુશળધાર વરસાદ થવાની પણ શક્યતા છે. 

આજે મુંબઈ અને આસપાસના વિસ્તારો જેવા કે નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર, વસઈ-વિરારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આખો દિવસ લગભગ મોટાભાગના વિસ્તારમાં આકાશ વાદળછાયું જ રહેવાનું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે આ જ કારણોસર વરસાદની તીવ્રતા પણ વધી શકે છે. આજે મુંબઈના વાતારવણમાં ભેજનું પ્રમાણ 75 ટકાથી 85 ટકા સુધી નોંધાયું છે. મોટેભાગે ભેજવાળા અને ગરમ એમ મિશ્રિત પ્રકારના વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ રહેશે. વળી અચાનકથી ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે. જેની તીવ્રતા 30 કિમી/કલાક સુધીની પણ હોઈ શકે છે.

લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર સાંતાક્રુઝ વેધશાળામાં તાપમાન (Mumbai Weather) 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન ઉચ્ચ ભરતીના મોજાઓ પણ જોવા મળવાના છે. સવારે 10:05 વાગ્યે 3.66 મીટરની ઊંચી ભરતી તો ત્યારબાદ બપોરે 4:14 વાગ્યે 2.10 મીટરના મોજા ઉછળશે. સાંજે 9:52 વાગ્યે 3.17 મીટર સુધી મોજા ઉછળી શકે છે. પરંતુ આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ સવારે 3:46 વાગ્યે 1.13 મીટરના મોજા ઉછળી શકે છે.

હવામાન વિભાગે (Mumbai Weather) આજના દિવસ પૂરતું યલો અલર્ટ જાહેર કર્યું છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ ભારતીય હવામાન વિભાગે અનેક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન નાગરિકોને પ્રવાસ કરતી વખતે સાવચેત રહેવાની વિનંતી કરાઈ છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં મુંબઈ શહેર માટે આજનો દિવસ આઇએમડીએ યલો અલર્ટ આપ્યું છે.

વાત સાતેય તળાવોમાં ભેગાં થયેલાં પાણીની 

Mumbai Weather: આખી મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનું સ્તર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના લેટેસ્ટ આંકડા અનુસાર શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીનો સંયુક્ત જથ્થો હવે 96.72 ટકા પહોંચ્યો છે. બીએમસીના જણાવ્યા અનુસાર આ જળાશયોમાં કુલ પાણીનો જથ્થો 13,99,903 મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના 96.72 ટકા છે.

mumbai news mumbai monsoon news mumbai monsoon Weather Update mumbai weather indian meteorological department thane palghar mumbai rains