Mumbai Weather Updates: શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ, વરસાદની કોઈ આગાહી નહીં

19 August, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather Updates: બુધવારે મુંબઈમાં વાદળછાયું આકાશ, મધ્યમ વરસાદ અને જોરદાર પવનની સંભાવના; IMD એ દિવસભર વધુ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે; જોકે આ અઠવાડિયે શહેરમાં વરસાદની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai) અને તેના ઉપનગરોમાં ચાલુ ચોમાસાની પ્રવૃત્તિ વચ્ચે બુધવારે સવારે વાદળછાયું આકાશ, મધ્યમ વરસાદ અને તેજ પવન જોવા મળ્યો (Mumbai Weather Updates) હતો. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) એ આજે પણ મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વાછંટની આગાહી કરી છે, જોકે આ અઠવાડિયે મુંબઈ માટે કોઈ ખાસ કલર એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

આજનું હવામાન અપડેટ

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, મુંબઈ અને ઉપનગરોમાં દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. વ્યાપક ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે.

વરસાદના તીવ્ર ઝાપટાં દરમિયાન પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે બુધવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું.

મુંબઈ મેટ્રોપોલિટન રીજન (Mumbai Metropolitan Region) માં ઓગસ્ટની શરૂઆતથી જ સતત ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે, જેમાં ગયા અઠવાડિયે પણ મધ્યમથી ભારે વરસાદના અનેક રાઉન્ડ નોંધાયા હતા. હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે, આ આખા અઠવાડિયા દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જેથી શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું અને ભીનું વાતાવરણ જળવાઈ રહેશે.

હાલમાં મુંબઈ માટે કોઈ વેધર એલર્ટ જારી કરવામાં આવ્યું ન હોવાથી, રહીશોને સતત ભારે વરસાદને બદલે સમયાંતરે હળવા-મધ્યમ ઝાપટાંનો અનુભવ થશે. જોકે, તેજ પવન અને વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે વાહનચાલકોને થોડી ક્ષણિક અગવડનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈનો AQI `સારી` શ્રેણીમાં

ચાલુ વરસાદ વચ્ચે મુંબઈની હવાની ગુણવત્તા બુધવારે `સારી` (Good) શ્રેણીમાં રહી હતી. સત્તાવાર ડેટા અનુસાર સવારે શહેરનો એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index) ૩૪ નોંધાયો હતો.

પ્રમાણભૂત એક્યૂઆઇ (AQI) વર્ગીકરણ મુજબ, ૦ થી ૫૦ વચ્ચેનો ઇન્ડેક્સ `સારો` ગણવામાં આવે છે, જે સ્વચ્છ હવા અને સામાન્ય જનજીવન માટે ન્યૂનતમ સ્વાસ્થ્ય જોખમ દર્શાવે છે.

મુંબઈના જળાશયોમાં પાણીનો સ્ટોક ૯૪.૧૫ ટકા

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં (Mumbai Water Levels) બુધવાર, ૧૯ ઓગસ્ટના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૩,૬૨,૬૨૪ મિલિયન લિટર પાણીનો જથ્થો નોંધાયો છે, જે તેમની કુલ જીવંત સંગ્રહ ક્ષમતાના ૯૪.૧૫ ટકા જેટલો થાય છે. ભાંડુપ માસ્ટર કંટ્રોલ સેન્ટર ખાતેના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ચાલુ વર્ષે જળાશયોમાં પાણીનો સ્ટોક ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ છે. ગયા વર્ષે આ સમયે જળાશયોમાં ૧૩,૩૭,૬૩૪ મિલિયન લિટર (૯૨.૪૨ ટકા) પાણીનો જથ્થો હતો. આ ઉપરાંત, વર્તમાન જળસ્તર વર્ષ ૨૦૨૪ કરતાં પણ વધુ છે, જ્યારે જળાશયોમાં ૧૩,૪૮,૫૨૦ મિલિયન લિટર એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના ૯૩.૧૭ ટકા પાણી ઉપલબ્ધ હતું. 

mumbai weather Weather Update mumbai monsoon mumbai rains monsoon news mumbai water levels mumbai mumbai news