Mumbai: હેં! BMC પાસે છે ૮૨,૦૦૦ હજાર કરોડની FD

20 October, 2021 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMCની 5,664 કરોડની FD આ વર્ષે મેચ્યોર થઈ છે, જ્યારે નાગરિક સંસ્થાએ નવી થાપણોમાં 9,079 કરોડનું રોકાણ કર્યું છે.

ફાઇલ ફોટો

દેશની સૌથી ધનિક એવી મહાનગર પાલિકા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બુધવારે તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની રકમ જાહેર કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ BMCની FD રકમ વધીને, 82,410 કરોડ થઈ ગઈ છે. આ ₹ 82,410 કરોડની રકમ ખાનગી અને જાહેર બેંકોમાં 343 અલગ FD માં છે. અહેવાલ મુજબ, BMC ફિક્સ્ડ ડિપોઝિટ પર દર વર્ષે આશરે ₹ 1,800 કરોડનું વ્યાજ મેળવે છે.

BMCની 5,664 કરોડની FD આ વર્ષે મેચ્યોર થઈ છે, જ્યારે નાગરિક સંસ્થાએ નવી થાપણોમાં 9,079 કરોડનું રોકાણ કર્યું છે. BMCએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી FD પર આંતરિક લોન લીધી છે. દરિયાકાંઠાના રસ્તાઓના નિર્માણ માટે, પાલિકાએ 50,952 કરોડની એફડી લિંક કરી છે. ₹ 26,000 કરોડની એફડી કર્મચારીઓના PF અને પેન્શન ખાતાનો ભાગ છે.

BMC એ જણાવ્યું હતું કે આ વર્ષે ઑગસ્ટમાં તેની ફિક્સ્ડ ડિપોઝિટ ₹ 79,002 કરોડ હતી. આમાંથી  5,664 કરોડની એફડી મેચ્યોર થઈ અને તેણે ₹ 9,079 કરોડની અન્ય એફડી કરી હતી, જેમાં પાકતી એફડી રકમનો સમાવેશ કરાયો હતો.

નાણાકીય વર્ષ 22ના બજેટ માટે, BMCએ શહેરના રહેવાસીઓ માટે કોઈ નવા કર વગર ₹ 39,038.83 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટનો ઉદ્દેશ શહેરની માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ અને મ્યુનિસિપલ શિક્ષણ પ્રણાલીઓના અપગ્રેડેશનનો છે.

આ વર્ષનું બજેટ ગત વર્ષના બજેટ કરતા 16.74% વધુ હતું. 2020માં BMCએ 33,441.02 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

તદુપરાંત પાલિકાએ 2021માં મૂડી ખર્ચ પણ વધારીને ₹ 18,750.99 કરોડ કર્યો છે જે વર્ષ 2020ની 10,903.5 કરોડની ફાળવણી કરતાં 7,847.41 કરોડ વધુ છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation