કેન્દ્ર સરકારની યોજનાઓ અને કામ ઝડપી અને અત્યાધુનિક હોવાં જોઈએ

23 April, 2024 07:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મારા મત સામે મારી ઇચ્છા છે કે સરકારી બૅન્કોથી લઈને સરકારી વિભાગોમાં આવતી વ્યક્તિ સાથે સારું વર્તન કરવામાં આવે

શીતલ સતીકુંવર

આપણા દેશમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ નાગરિકો માટે શરૂ કરવામાં આવે છે, પરંતુ જ્યારે એ યોજનાઓનો લાભ કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સફળતા ઓછી અને નિષ્ફળતા વધુ મળે છે એમ જણાવીને દહિસરમાં રહેતાં ૪૨ વર્ષનાં હાઉસવાઇફ શીતલ સતીકુંવર કહે છે, ‘ઑનલાઇન તપાસ કરવામાં સર્વર હંમેશાં સ્લો હોય છે. કાર્યાલયમાં જઈએ તો અધૂરી માહિતી મળે છે અને એ પણ પરાણે આપતા હોય છે. પાસપોર્ટ બનાવવા માટેની અરજીની પ્રક્રિયા સરળ છે અને પાસપોર્ટ ઑફિસના કર્મચારીની વિનમ્રતાથી વધુ સરળ બને છે. જોકે પાસપોર્ટ વે​રિફિકેશન વખતે પોલીસ દ્વારા જે વર્તન થાય છે એ જોઈને પાસપોર્ટ બનાવવાનો વિચાર પડતો મૂકવાનું મન થાય છે. મારા મત સામે મારી ઇચ્છા છે કે સરકારી બૅન્કોથી લઈને સરકારી વિભાગોમાં આવતી વ્યક્તિ સાથે સારું વર્તન કરવામાં આવે. જે યોજનાઓ છે એની પૂરતી માહિતી સાથે એના માટે ઝડપી પ્રક્રિયા અને વધુ અત્યાધુનિક હોવી જોઈએ. નિયમો જરૂર પાળવા જોઈએ, પણ પાસપોર્ટ બનાવવા માટેની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે.
- પ્રીતિ ખુમાણ ઠાકુર

mumbai news mumbai dahisar gujaratis of mumbai Lok Sabha Election 2024