ઇન્તેહા હો ગઈ, ઇન્તઝાર કી

14 September, 2021 03:23 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈમાં બસ અને ટ્રેનનું લાઇવ ટ્રૅકિંગ ન થતું હોવાથી લોકોએ હજી પણ એની રાહમાં સમય વેડફવો પડતો હોવાથી ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સ પણ ખફા

ફાઈલ તસવીર

લંડન, પૅરિસ તો સમજ્યા, પણ નવી મુંબઈ કે નાશિક જેવાં શહેરોમાં સુધ્ધાં પરિવહનનું લાઇવ ટ્રૅકિંગ કરવામાં આવે છે અને રાહ જોઈ રહેલા પૅસેન્જરોને અપડેટ આપવામાં આવે છે, પણ જાહેર પરિવહનનું લાઇવ ટ્રૅકિંગ મુંબઈને ખાસ ફળ્યું નથી. પ્રવાસીઓ બસ-સ્ટૉપ અને સ્ટેશનો પર બસ-ટ્રેનોના આગમનની અપેક્ષાએ રાહ જોતા ઊભા રહે છે. જાહેર પરિવહન માટે એક સુયોગ્ય ઍપ પૂરી પાડવાના અત્યાર સુધીના તમામ પ્રયાસ સફળ રહ્યા નથી.

બેસ્ટ અન્ડરટેકિંગ છેલ્લાં ત્રણ વર્ષથી તેની ઍપ અપડેટ કરવા પ્રયાસરત છે, ત્યારે સેન્ટ્રલ રેલવેએ ટ્રેનો અને ઑનલાઇન બુકિંગ્ઝની ટાઇમટેબલ આધારિત અપડેટ્સ સાથે હાલનો ડેટાબેઝ એકત્રિત કરીને એક ઍપ લૉન્ચ કરી છે. જોકે તેની લોકલ ટ્રેનોના લાઇવ ટ્રૅકિંગનું ચાવીરૂપ તત્ત્વ એમાં ગેરહાજર છે. વેસ્ટર્ન રેલવેની સ્ટેશનની માહિતી આપતી ‘દિશા’ નામની ઍપ ૨૦૧૮ સુધી કાર્યરત હતી, જે ટૂંક સમયમાં અપડેટ કરાશે.

‘બેસ્ટે પ્રવાસ ઍપ શરૂ કરી હતી, પણ એ બિલકુલ યુઝર-ફ્રેન્ડ્લી નહોતી. એવું નથી કે સરકારી સંસ્થાઓ ગુણવત્તાયુક્ત સોફ્ટવેરનું સર્જન નથી કરી શકતી. કોવિન ઍપ એ મજબૂત આઇટી સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે. આઇઆરસીટીસી અને યુટીએસ ઍપ્સ સરકારી સંસ્થાઓએ બનાવેલી સુયોગ્ય ઍપ્સનાં અન્ય દૃષ્ટાંતો છે. લોકલ ટ્રેનો માટે એમ-ઇન્ડિકેટર પૅસેન્જરોના જીપીએસનો ઉપયોગ કરે છે. ભારતીય રેલવે સહેલાઈથી મોટરમૅનની કૅબિનમાં જીપીએસ ડિવાઇસ મૂકીને યુટીએસ ઍપમાં ટાઇમિંગ દર્શાવી શકે છે. એ જ રીતે બેસ્ટની બસો જીપીએસ ડિવાઇસ ગોઠવીને એને પ્રવાસ ઍપ સાથે સાંકળી શકે છે. હાલના સમયમાં વપરાતાં આ પાયાનાં ફિચર્સ છે. બેસ્ટ એ કરી નથી શકતી એ આશ્ચર્યજનક છે.’ એમ પબ્લિક પૉલિસી (ટ્રાન્સપોર્ટ) નિષ્ણાત પરેશ રાવલે જણાવ્યું હતું.

‘મુંબઈ લોકલના પ્રવાસીઓને બહેતર સેવા પૂરી પાડવા માટે યાત્રી ઍપમાં સતત સુધારો કરવામાં આવે છે. નૉન-ફેર રેવન્યુ સ્કીમ હેઠળની ઍપ તબક્કા વાર રીતે વિકસાવાઈ રહી છે. ઍપનો પ્રથમ તબક્કો સ્ટેશનો પર પૅસેન્જર માટેની સુવિધા, ટ્રેનના ટાઇમિંગ વગેરેની વિગતો આપે છે. આગામી તબક્કામાં રિયલ ટાઇમ ટ્રેન સ્ટેટસ વિકસાવાઈ રહ્યું છે, એનાથી પ્રવાસીઓને તેમની ઇચ્છીત ટ્રેનનું લોકેશન મળી શકશે.’ એમ સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસરે જણાવ્યું હતું.

અમારી પાસે દિશા નામની ઍપ હતી, પણ હવે અમે બહેતર વર્ઝન સાથે એને અપગ્રેડ કરવા તરફ નજર દોડાવી રહ્યા છીએ, એમ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસરેે જણાવ્યું હતું.

સફળ સરકારી ઍપ્સ

નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસ ટ્રૅકર : બસની ગતિવિધિ ટ્રૅક કરી શકાય છે અને પ્રવાસીઓ આગમનનો અપેક્ષિત સમય જાણી શકે છે.

નાશિક સિટીલિંક નાશિક મહાનગર પરિવહન મહામંડળ : આ ઍપમાં શેડ્યુલ્ડ ટાઇમિંગ્ઝ, પ્રવાસની વિગતો, બસની ગતિવિધિ, સ્ટાફની માહિતી વગેરેની માહિતી છે.

સફળ પ્રાઇવેટ ઍપ્સ

એમ-ઇન્ડિકેટર : પ્રવાસીઓને તેમના પોતાના જીપીએસથી અપડેટ કરે છે અને લોકલ ટ્રેનોની વિગતો પૂરી પાડે છે.

ઍપ કૅબ્સ : ઓલા, ઉબર, મેરૂ - તમામ તેમની પોતાની કૅબ્ઝનું લાઇવ ટ્રૅકિંગ કરે છે.

mumbai mumbai news mumbai transport rajendra aklekar