01 December, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોટો : સતેજ શિંદે
ગઈ કાલે બાંદરાના કાર્ટર રોડ પર સેંકડો મુંબઈકરોએ ભેગા થઈને ઍર પૉલ્યુશનના વિરોધમાં હ્યુમન ચેઇન બનાવીને ઍર પૉલ્યુશનનો વિરોધ કર્યો હતો અને ક્લીન ઍરના અધિકારની માગણી કરી હતી. પ્રદર્શનકારીઓએ પ્લૅકાર્ડ્સ પકડીને અને પોસ્ટરો બતાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ-પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ જનપ્રતિનિધિઓને એવો સંદેશ આપ્યો હતો કે જો અમને ચોખ્ખી હવા નહીં મળે તો તમને મત નહીં મળે. તેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જો હવાની ગુણવત્તામાં સુધારો નહીં થાય અને જનપ્રતિનિધિઓ પૉલ્યુશન કન્ટ્રોલ માટે પ્રાથમિકતા નહીં બને તો BMCની આગામી ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ.