મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કલાકો અટવાઈ ગયા મુંબઈગરા

19 October, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળીની રજાઓ માણવા નીકળી પડેલા લોકોને પ્રથમ ગ્રાસે મ​િક્ષકા, વિકલ્પ તરીકે ઓલ્ડ મુંબઈ-પુણે હાઇવે પર ધસારો થયો એટલે એના પર પણ ટ્રાફિક જૅમ સર્જાયો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

શનિવાર-રવિવારની રજા અને એમાં પાછી મંગળવારે-બુધવારે દિવાળીની રજાઓ આવતી હોવાથી ઘણા મુંબઈગરાઓએ સોમવારે રજા લઈને હૉલિડે પ્લાન કર્યા હતા અને શનિવારે સવારે જ લોનાવલા, મહાબળેશ્વર ફરવા નીકળી ગયા હતા. જોકે મોટી સંખ્યામાં સહેલાણીઓ નીકળી પડતાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. અમૃતાંજન બ્રિજથી ખોપોલી એક્ઝિટ વચ્ચે વાહનોની ૭-૮ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી.  

એક્સપ્રેસવે પરના ટ્રાફિક જૅમની જાણ ગૂગલ મૅપ પરથી પણ થવાને કારણે અનેક લોકોએ પુણે તરફ જવા માટે જૂના મુંબઈ-પુણે હાઇવેનો વિકલ્પ પણ અપનાવ્યો હતો. એથી એના પર પણ ટ્રાફિક જૅમ થયો હતો. ત્યાર બાદ એક્સપ્રેસવે પર ટ્રાફિક-પોલીસે ઍકશન લઈને ધીમે-ધીમે ટ્રાફિક ક્લિયર કર્યો હતો જેમાં કલાકો નીકળી ગયા હતા. બપોર પછી ટ્રાફિક હળવો થયો હતો.

mumbai news mumbai pune news pune mumbai pune expressway mumbai traffic mumbai traffic police diwali