ઐરોલીમાં બની રહેલા ઑડિટોરિયમમાં આગ

18 April, 2026 10:24 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

આગને કારણે કેટલાક કામગારો ઑડિટોરિયમના અન્ય ભાગમાં ફસાઈ ગયા હતા

NMMC દ્વારા બનાવવામાં આવી રહેલા ઑડિટોરિયમમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી

નવી મુંબઈના ઐરોલીના સેક્ટર ચારમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા બનાવવામાં આવી રહેલા ઑડિટોરિયમમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. ઘણાં વર્ષોથી આ થિયેટરનું કામ અટક્યું હતું. પ્રાથમિક માહિતી મળ્યા મુજબ થિયેટરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આગ લાગી હતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. આગને કારણે કેટલાક કામગારો ઑડિટોરિયમના અન્ય ભાગમાં ફસાઈ ગયા હતા તેમને NMMCના ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. 

fire incident navi mumbai airoli navi mumbai municipal corporation nmmc mumbai fire brigade mumbai mumbai news