નવી મુંબઈમાં મંગળવારે ૧૮ કલાક પાણીકાપ

03 November, 2025 02:52 PM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પાઇપલાઇન પર મેઇન્ટેનન્સ વર્કને લીધે અનેક વિસ્તારોમાં વૉટર-સપ્લાય બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ મેઇન વૉટર પાઇપલાઇન નેટવર્ક પર જરૂરી મેઇન્ટેનન્સ વર્કને કારણે મંગળવારે, ૪ નવેમ્બરે ૧૮ કલાક વૉટર-સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ મેઇન્ટેનન્સ વર્કમાં ભોકરપાડા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પાણીની નવી પાઇપલાઇન જોડવાની અને મોરબે મુખ્ય ટ્રાન્સમિશન પાઇપલાઇન પર નવા વાલ્વ મૂકવાની કામગીરીનો સમાવેશ થાય છે. પાણી મંગળવારે સવારે ૯ વાગ્યે બંધ થશે અને મંગળવારે મધરાત બાદ ૩ વાગ્યા ફરી શરૂ થઈ જશે. પાણીપુરવઠો ફરી શરૂ થયા પછી પણ થોડો સમય પાણીનું દબાણ ઓછું રહી શકે છે.

વૉટરકટ દરમ્યાન બેલાપુર, નેરુળ, વાશી, તુર્ભે, સાનપાડા, કોપરખૈરણે, ઘનસોલી અને ઐરોલી વિસ્તારોમાં પાણીપુરવઠો અટકાવી દેવામાં આવશે. મુખ્ય ટ્રાન્સમિશન લાઇન પર સીધું વૉટર કનેક્શન ધરાવતા વિસ્તારો તેમ જ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) હેઠળના ખારઘર અને કામોઠે વિસ્તારો પણ પ્રભાવિત થશે.

navi mumbai navi mumbai municipal corporation nmmc mumbai mumbai news