નવી મુંબઈ: ચાર વર્ષની બાળકીના અપહરણનો વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ

28 September, 2023 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navi Mumbai Video of Kidnapping of Four Year Old Girl: પોલીસની શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે જે બાળકીનું અપહરણ થયું હતું તે પોતાના માતા-પિતા સાથે નજીકની એક કૉલોનીમાં રહેતી હતી.

અપહરણની પ્રતીકાત્મક તસવીર

પોલીસની શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે જે બાળકીનું અપહરણ થયું હતું તે પોતાના માતા-પિતા સાથે નજીકની એક કૉલોનીમાં રહેતી હતી.

Navi Mumbai Video of Kidnapping of Four Year Old Girl: નવી મુંબઈમાં એક ચાર વર્ષની બાળકીના અપહરણનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરોપી શખ્સ બાળકીને લઈને જતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે. ઘટના નવી મુંબઈના નેરુલ પોલીસ થાણા વિસ્તારની છે. પોલીસની શરૂઆતની તપાસમાં ખબર રડી છે કે જે બાળકીનું અપહરણ થયું હતું તે પોતાના માતા-પિતા સાથે નજીકની કૉલોનીમાં રહેતી હતી. એક દિવસ તે ઘરની બહાર રમી રહી હતી, તે દરમિયાન એક શખ્સ ત્યાં આવ્યો અને તેને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો.

Navi Mumbai Video of Kidnapping of Four Year Old Girl: પછીથી જ્યારે ઘણો સમય થયા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પીડિત માતા-પિતાએ આની સૂચના પોલીસને આપી. પોલીસે વિસ્તારમાં લગાડવામાં આવેલા બધા સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી. આ દરમિયાન તેમણે એક સીસીટીવી કેમેરાની ફુટેજમાં આરોપીને બાળકીને લઈ જતો જોયો. આ વીડિયોની તપાસ બાદ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી અને પછી તેની ધરપકડ પણ કરી લીધી. પોલીસ હાલ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે નવી મુંબઈમાં ક્રાઈમના કોઈકને કોઈક સમાચાર સતત આવ્યા કરે છે. 26 સપ્ટેમ્બરના રોજ નોકરીમાંથી જે માલિકે કર્મચારીને કાઢી નાખ્યો હતો તેણે જ માલિકની હત્યા કરી દીધી તે લગભગ 30 વર્ષ સુધી બહાર રહ્યા બાદ છેક આ વર્ષે તેની ધરપકડ કરવામાં આવી.

આ પહેલા દંપતી વિરુદ્ધ છેતરપિંડી કરવાને લઈને પણ ગુનો નોંધાયો હતો. જેમાં તેઓ વાપરેલી કાર્સની ડીલ કરાવતાં હતાં. નોંધનીય છે કે નવી મુંબઈ ટાઉનશિપમાં પોલીસને ૫૦ લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ મેફેડ્રોન જપ્ત કરવામાં સફળતા મળી અને આ મામલે ૪૯ વર્ષની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તળોજા પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘બાતમીને આધારે નવી મુંબઈ પોલીસના ઍન્ટી-નાર્કોટિક્સ સેલે મંગળવારે સાંજે તળોજા વિસ્તારમાં આરોપીના ઘર પાસે છટકું ગોઠવ્યું હતું અને તેને પકડી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી ૫૦૦ ગ્રામ મેફેડ્રોન પાઉડર જપ્ત કર્યો હતો.’ આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આરોપીએ ડ્રગ ક્યાંથી મેળવ્યું અને તે કોને વેચવાનો હતો એની તપાસ ચાલુ છે.

જણાવવાનું કે મહારાષ્ટ્ર (Maharashtra)ની એક મહિલાએ મુંબઈ પોલીસને ફેક કોલ કરીને નેપિયન સી રોડ પર બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી. મહિલાએ લગભગ 38 વખત પોલીસને બોમ્બ પ્લાન્ટ કરવાની નકલી માહિતી આપી છે. તપાસ દરમિયાન પોલીસને કમાઠીપુરામાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને કંઈ મળ્યું ન હતું.

navi mumbai mumbai news Crime News mumbai crime news Mumbai