11 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(ડાબેથી) વિશાલ શાહ, કલગી શાહ, પાયલ પટેલ, કલ્પેશ પટેલ, જીનલ બેચરા, નૂતન કોઠારી, શ્રેયસ કોઠારી, સ્વપ્ન મલિક, સુરભિ મલિક.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નવકાર મહામંત્ર જાપના આહવાન પરથી પ્રેરણા લઈને દહિસરની પ્રીમિયમ સોસાયટી નૉર્ધર્ન હાઇટ્સના ચૅરમૅન દિનેશ મિશ્રા, સેક્રેટરી હિતેશ બેચરા અને આગેવાન કલ્પેશ પટેલે આહવાન કર્યું કે સોસાયટીના ઘરઆંગણે એક દિવ્ય અને ભવ્ય જાપનું આયોજન કરવાનું છે. આ આહ્વાનનો પડ્યો બોલ શ્રેયસ કોઠારી અને વિશાલ શાહે ઝીલી લીધો અને મુખ્ય દાતા તરીકે આગળ આવ્યા. તેમનાં પત્ની નૂતન કોઠારી, કલગી શાહ અને કલ્ચરલ ટીમના આગેવાન પાયલ પટેલની આગેવાનીમાં એક સંગીતમય વાતાવરણમાં ૧૦૮ નવકાર મંત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું. એક જ દિવસમાં ૧૫થી વધુ દાતા પોતાની ઇચ્છા અનુસાર યોગદાનમાં આગળ આવ્યા અને ૩૫૦થી અધિક રહેવાસીઓ સાથે મળીને નવકાર મહામંત્રના જાપ કરી નૉર્ધર્ન હાઇટ્સની ધરતીને પાવન બનાવવામાં સહભાગી થયા.