✕

નાણાખાતાની માગણી વચ્ચે સુનીલ તટકરે-ધનંજય મુંડે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

12 November, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCPના વિલીનીકરણની અટકળો અને નાણાખાતાની માગણી વચ્ચે સુનીલ તટકરે-ધનંજય મુંડે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

મહારાષ્ટ્ર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને તેમના સાથી ધનંજય મુંડેએ બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી

મહારાષ્ટ્ર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને તેમના સાથી ધનંજય મુંડેએ બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. NCPનાં બન્ને હરીફ જૂથો વચ્ચે સંભવિત પુનર્મિલનની ચાલી રહેલી તીવ્ર રાજકીય અટકળો વચ્ચે આ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ હતી કે નહીં એ વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર NCPના બન્ને નેતાઓ મુખ્ય પ્રધાન ફડણવીસને દક્ષિણ મુંબઈસ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.

NCPનાં બન્ને જૂથોના સંભવિત વિલીનીકરણની ચર્ચા અને શાસક જૂથ દ્વારા નાણાં મંત્રાલયની કરાઈ રહેલી માગણી વચ્ચે આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલમાં નાણા મંત્રાલયનો હવાલો દેવેન્દ્ર ફડણવીસ પોતે સંભાળી રહ્યા છે.

અગાઉ BJPની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં આ નાણાં ખાતું ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સંભાળતા હતા જેઓ એ સમયે NCPનું નેતૃત્વ પણ કરી રહ્યા હતા. ૨૮ જાન્યુઆરીએ એક વિમાન-દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન થયું હતું. 

mumbai news mumbai devendra fadnavis nationalist congress party dhananjay munde political news