૧૫ દિવસમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે સંભાવના

14 February, 2026 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને પુણે જિલ્લાનાં પાલકપ્રધાન સુનેત્રા પવાર આજે સવારથી પુણેના સર્કિટ હાઉસમાં આવી રહ્યાં છે

સુનેત્રા પવારનું નામ ચર્ચામાં

દિવંગત નેતા અજિત પવારના અવસાન પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નું નેતૃત્વ કોણ સંભાળશે એ વિશે ભારે ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત બન્ને NCPના વિલીનીકરણ વિશે બન્ને પક્ષોના નેતાઓનાં અલગ-અલગ નિવેદનોની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. વધુમાં અજિત પવારના અવસાન પછી ચોથા દિવસે તેમનાં પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહ વિશે રાજકીય ચર્ચા થઈ હતી. હવે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ વિશે દરેકને ઉત્સુકતા છે. NCPના વિધાનસભ્યો અને સંસદસભ્યો દ્વારા સુનેત્રા પવારનું નામ લેવામાં આવી રહ્યું છે. વધુમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી આગામી ૧૫ દિવસમાં યોજાશે એવું જાણવા મળે છે.

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને પુણે જિલ્લાનાં પાલકપ્રધાન સુનેત્રા પવાર આજે સવારથી પુણેના સર્કિટ હાઉસમાં આવી રહ્યાં છે. જિલ્લાપરિષદ અને પંચાયત-સમિતિનાં પરિણામો પછી તેઓ 
વિજેતા-સભ્યોને મળવા જઈ રહ્યાં છે. આ દરમ્યાન NCPના રાજકીય સલાહકાર નરેશ અરોરાના ભાઈ સુનેત્રા પવારને મળવા પહોંચ્યા છે અને પાર્થ અને જય પવાર પણ પુણેના સર્કિટ હાઉસ પહોંચી ગયા છે. આ મુલાકાત વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે સૂત્રો કહી રહ્યાં છે કે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી આગામી ૧૫ દિવસમાં યોજાશે.

એવું પણ જાણવા મળ્યું છે કે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી આગામી ૧૫ દિવસમાં યોજાશે અને સુનેત્રા પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે NCPના વિલીનીકરણ વિશે વધુ ચર્ચા રાષ્ટ્રીય કાર્યકારિણીની ચૂંટણી પછી જ થશે.

nationalist congress party sunetra pawar ajit pawar political news indian politics maharashtra political crisis mumbai mumbai news