NCP Politics: `અજિત ‘દાદા’ની છેલ્લી ઈચ્છા હતી કે...`  NCPના નેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

30 January, 2026 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NCP Politics: કિરણ ગુજ્જરના મતે અજિત પવારની છેલ્લી ઈચ્છા હતી કે એનસીપીના બંને જૂથ એક થઈ જાય અને `પવાર પરિવાર` ફરી એકવાર સાથે આવે. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. 

અજિત પવાર

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ૨૮મી જાન્યુઆરીના રોજ થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું. એક પ્રાઇવેટ વિમાનમાં બેસીને અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા પણ, લેન્ડિંગ સમયે જ વિમાન ક્રેશ થઈ ગયું હતું. અજિત પવારના નિધન (NCP Politics) બાદ રાજ્યના રાજકારણમાં ફરી સમીકરણો બદલાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ખાસ તો એનસીપી પાર્ટીના અધ્યક્ષપદે કોણ બેસશે અને નાયબ મુખ્યમંત્રીનો પદભાર કોણ સંભાળશે... આ પ્રશ્નો પર હાલ બધાની નજર ચોંટેલી છે. આ વચ્ચે જ એક નવી વાત સામે આવી રહી છે. અજિત પવારના અવસાન બાદ શું બંને એનસીપી પક્ષ એક થઈ જશે? એનસીપીના કેટલાંક નેતાઓએ આ પ્રકારની ચર્ચાઓને વેગ આપ્યો છે. 

‘દાદાની છેલ્લી ઈચ્છા પણ એ જ હતી કે...‘ NCPના નેતા કિરણ ગુજ્જરે શું કહ્યું?

અજિત પવારના નજીકના મિત્ર અને વિદ્યા પ્રતિષ્ઠાનના (NCP Politics) ટ્રસ્ટી કિરણ ગુજ્જરે તાજતેરમાં જ મીડિયા સાથે વાત કરતાં મોટો ખુલાસો કર્યો હતો. કિરણ ગુજ્જરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અજિત પવારની છેલ્લી ઈચ્છા કઇ હતી? અને તેઓએ કયા ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા? તો કિરણ ગુજ્જરના મટે અજિત પવારની છેલ્લી ઈચ્છા હતી કે એનસીપીના બંને જૂથ એક થઈ જાય અને `પવાર પરિવાર` ફરી એકવાર સાથે આવે. કિરણ ગુજ્જરના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. 

`દાદા`ના અસ્થિવિસર્જનમાં આખો `પવાર પરિવાર` સાથે દેખાયો

NCP Politics: કિરણ ગુજ્જરે જણાવ્યું હતું કે, "આજે અજિત પવારના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ ક્રિયા કરતી વખતે આખો પવાર પરિવાર એકસાથે જોવા મળ્યો. દરમિયાન બંને પક્ષો વચ્ચે વિલિનીકરણની ચર્ચા છે. મારી મારી તેમની સાથે ફોન પર છેલ્લે વાત થઈ હતી ત્યારે તેઓએ મારી પાસે ચૂંટણીને લગતા કાગળો માંગયા હતા"

જ્યારે પત્રકારો (NCP Politics)એ કિરણ ગુજ્જરને પૂછ્યું કે શું અજિત પવાર જીવતા હતા તે સમયે એનસીપીના બંને પક્ષના વિલીનીકરણ બાબતે ચર્ચાઓ થઈ હતી કે કેમ? ત્યારે તેનો જવાબ આપતા કિરણ ગુજ્જરે કહ્યું હતું કે "હા, બંને એનસીપી એક સાથે આવશે. આવું અમે બધા જ ઈચ્છીએ છીએ અને અજિત પવારની પણ છેલ્લી ઈચ્છા એ જ હતી કે બંને રાષ્ટ્રવાદીએ એક આવી જવું જોઈએ"

તો, બીજી તરફ શિવસેનાના નેતા શાયના એનસીએ કહ્યું હતું કે, "મને નથી લાગતું કે અત્યારે કોઈ અટકળોનો સમય છે. આપણે હમણાં હમણાં અજિતદાદાને ગુમાવ્યા છે, મહારાષ્ટ્ર રાજ્ય માટે આ એક કડી ન પુરાય એવી ખોટ છે. એનસીપીએ નક્કી કરવાનું છે કે પાર્ટી અધ્યક્ષ કોણ બનશે અને નાયબ મુખ્યમંત્રી કોણ બનશે.  આ બધી અટકળો (NCP Politics) પર રાહ જોવાની છે. રાજકારણ તો ચાલતું રહેશે, હાલ પરિવારને સાંત્વનાની જરૂર છે"

mumbai news mumbai maharashtra political crisis political news nationalist congress party ajit pawar celebrity death