ન્યૂઝ શોર્ટમાં: થાણેમાં ગેરકાયદે ફેરિયાઓ સામે BJPની મહિલા નગરસેવિકાઓનું અનોખું આંદોલન

26 April, 2026 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓએ રસ્તા પર શાકભાજી, ફળ અને સૂકી માછલીના ટોપલા લઈને આંદોલન કર્યું હતું.

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સાગરીત સલીમ ડોલાને ટર્કી પોલીસે ઝડપી લીધો હતો.

થાણેના કોર્ટનાકાથી થાણે રેલવે-સ્ટેશન દરમ્યાન સવાર-સાંજ પીક અવર્સમાં બહુ જ ટ્રાફિક જૅમ થાય છે એટલું જ નહીં, રસ્તા પર અડિંગો જમાવીને ગેરકાયદે ધંધો કરતા ફેરિયાઓને કારણે લોકોને ચાલવા માટે જગ્યા પણ રહેતી નથી. એથી આ ગેરકાયદે ફેરિયાઓનો વિરોધ કરવા ભારતીય જનતા પાર્ટીની મહિલા નગરસેવિકાઓ નમ્રતા કોળી, મૃણાલ પેન્ડસે, પ્રતિભા મઢવી, ઉષા વાઘ અને નગરસેવક સુનેશ જોશીએ રસ્તા પર શાકભાજી, ફળ અને સૂકી માછલીના ટોપલા લઈને આંદોલન કર્યું હતું.  

બાઇક પર ઊભા રહેલા યુવકનો ખતરનાક સ્ટન્ટ

 

ડોમ્બિવલીના મોઠાગાવ-માણકોલી બ્રિજ પર બાઇક પર ઊભા રહીને મોબાઇલ પર વાત કરતાં-કરતાં સ્ટન્ટ કરી રહેલા યુવકનો વિડિયો વાઇરલ થતાં આવા યુવકો પર કેમ કોઈ કાર્યવાહી થતી નથી એવો સવાલ લોકો કરી રહ્યા છે. આ બ્રિજ પર અવાનવાર યુવકો સ્ટન્ટ કરીને પોતાનો અને અન્ય મોટરિસ્ટનો જીવ જોખમમાં મૂકતા હોવાની ફરિયાદ આ પહેલાં પણ થઈ છે. 

mumbai news mumbai thane crime thane mumbai police bhartiya janta party bjp bharatiya janata party