29 October, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓને આ વર્ષે ૩૩,૦૦૦ રૂપિયા બોનસ આપવાનું નક્કી થયું છે. દિવાળી પહેલાં બોનસની આ રકમ તેમના અકાઉન્ટમાં જમા થઈ જશે. ગયા વર્ષે તેમને ૩૧,૦૦૦ રૂપિયા બોનસ મળ્યું હતું. આ વર્ષે એમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશને બોનસ જાહેર કર્યા બાદ હવે BMCએ બોનસ જાહેર કર્યું છે. BMC વર્કર્સ દ્વારા ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ના બોનસની માગણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી મધ્ય પ્રદેશથી રાજ્યસભાની પેટાચૂંટણી લડશે
ભારતીય જનતા પાર્ટી (BJP)એ મધ્ય પ્રદેશથી ૨૦૨૬ની રાજ્યસભા પેટાચૂંટણી માટે પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ ખાતાના કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમની ઉમેદવારીને મંજૂરી આપી છે. ૧૩ ઑક્ટોબરે એલ. મુરુગને રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. ૧૨ નવેમ્બરે આ બેઠક માટે મતદાન થશે. હરદીપ સિંહ પુરીનો રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂરો થાય છે.