✕

News In Shorts: શિવસેના (UBT)ના નેતાની હત્યાના પ્રકરણમાં થાણેનાં ભૂતપૂર્વ મેયરને સમન્સ

15 October, 2026 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની સામે બેસાડીને રાજેન્દ્ર શિંદેની પૂછપરછ કરવામાં આવી હતી. 

મીનાક્ષી શિંદે

થાણેના શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની ગયા મહિને થયેલી હત્યાના પ્રકરણમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ થાણેનાં ભૂતપૂર્વ મેયર અને શિંદેસેનાનાં નેતા મીનાક્ષી શિંદેને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. જોકે તેમને ક્યારે બોલાવવામાં આવ્યાં છે એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદેની મંગળવારે આશરે ૯ કલાક સુધી થાણે પોલીસની ટીમ દ્વારા ઊલટતપાસ કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની સામે બેસાડીને રાજેન્દ્ર શિંદેની પૂછપરછ કરવામાં આવી હતી. 

દશેરાથી ફરી માણી શકાશે નેરળ અને માથેરાન મિની ટ્રેનની સફરનો આનંદ

નેરળ અને માથેરાન દરમ્યાનની મિની ટ્રેન-સર્વિસ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દશેરાના શુભ મુહૂર્તે આ ટ્રેન-સર્વિસ ફરી શરૂ કરવાનું સેન્ટ્રલ રેલવે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાને પગલે ભેખડો ધસી પડવાની કે અન્ય દુર્ઘટના ન બને એ માટે સેન્ટ્રલ રેલવેએ જૂન મહિનાથી નેરળ-અમન લૉજ દરમ્યાનની મિની ટ્રેન-સર્વિસ બંધ કરી હતી. 
૨૦ ઑક્ટોબરથી ફરીથી આ મિની ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવતાં માથેરાન જતા પ્રવાસીઓને મોટી રાહત મળશે. ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની શક્યતા હોવાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્વિસ બંધ કરવામાં આવી હતી. દર વર્ષે સેન્ટ્રલ રેલવે ચોમાસા દરમ્યાન આ મિની ટ્રેન-સર્વિસ બંધ કરી દેતી હોય છે. આ દરમ્યાન માથેરાનથી અમન લૉજ વચ્ચે શટલ સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી જેને કારણે પર્યટકોને અમન લૉજથી માથેરાન સુધી મિની ટ્રેનથી પ્રવાસ કરવો પડતો હતો. જોકે ૨૦ ઑક્ટોબરથી નેરળથી જ અમન લૉજ સુધી પહોંચવા માટે મિની ટ્રેનની સર્વિસ ફરી મળી રહેશે.

mumbai news mumbai murder case Crime News mumbai crime news shiv sena