ન્યૂઝ શોર્ટમાં: સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ચડાવેલાં સોનાનાં આભૂષણોની આજે હરાજી

19 March, 2026 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરાજી દરમ્યાન ૯૯૯ શુદ્ધતાવાળી ચાંદીની ઈંટો અને સિક્કા પણ વેચાણ માટે મૂકવામાં આવશે.

સિદ્ધિવિનાયક મંદિર

પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભક્તો ભગવાનને જે સોનાનાં આભૂષણો અર્પણ કરે છે એની જાહેર હરાજી કરવામાં આવશે. આજે ગુઢીપાડવાના દિવસે મંદિરના પરિસરમાં સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ હરાજી યોજાશે. હરાજી થનારી વસ્તુઓમાં ગણપતિબાપ્પાને અર્પણ કરાયેલાં સોનાનાં આભૂષણો, મૂર્તિઓ, મોદક અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. સોનાનાં આભૂષણો ઉપરાંત હરાજી દરમ્યાન ૯૯૯ શુદ્ધતાવાળી ચાંદીની ઈંટો અને સિક્કા પણ વેચાણ માટે મૂકવામાં આવશે. 

આજે મુંબઈમાં આવું જોવા મળશે

ગુઢીપાડવાની પૂર્વસંધ્યાએ નાગપુરમાં મહિલાઓ સુંદર અને પારંપરિક પશાકમાં સજ્જ થઈને બાઇક-રૅલીમાં જોડાઈ હતી. એ દરમ્યાન બાઇક પર સવારી કરતી રાધા-કૃષ્ણની જોડીએ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. આ રીતે મરાઠી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ મહિલાઓની બાઇક-રૅલી, લેઝીમ અને લાઠીકાઠીનાં કરતબ સાથે ઢોલ-તાશા પથક સહિત મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતી શોભાયાત્રા આજે મુંબઈના ગિરગામ, શિવાજી પાર્ક તેમ જ થાણે-ડોમ્બિવલીમાં જોવા મળશે.

mumbai mumbai news prabhadevi dadar siddhivinayak temple religious places gudi padwa