ન્યૂઝ શોર્ટમાં: નૅશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદ ફાયર-ફાઇટર્સને યાદ કરવામાં આવ્યા

15 April, 2026 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCના ફાયર-બ્રિગેડ વિભાગ દ્વારા ગઈ કાલે નૅશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદ ફાયર ફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભાયખલાસ્થિત ફાયર-બ્રિગેડ હેડક્વૉર્ટર ખાતે શહીદ ફાયર-ફાઇટર્સને સલામી આપવામાં આવી હતી.

BMCના ફાયર-બ્રિગેડ વિભાગ દ્વારા ગઈ કાલે નૅશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદ ફાયર ફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભાયખલાસ્થિત ફાયર બ્રિગેડ હેડક્વૉર્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોતાની ફરજ દરમ્યાન બલિદાન આપનારા બહાદુર ફાયર ઑફિસરો અને જવાનોને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. એની સાથે જ ૧૪થી ૨૦ એપ્રિલ સુધી ચાલનારા ફાયર સર્વિસ વીકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહ દરમ્યાન મુંબઈગરાઓમાં અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજવામાં આવશે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai fire brigade byculla