✕

News In Shorts: આજે આઝાદ મેદાનમાં લહરા દો તિરંગા મોરચા માટે CJPને મુંબઈ પોલીસે પરવાનગી આપી

16 October, 2026 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આઝાદ મેદાનમાં મોરચાની પરવાગી આપી છે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ કરવામાં આવી એના પગલે મુંબઈના આઝાદ મેદાનમાં ‘લહરા દો તિરંગા’ કૂચ કાઢવાની CJP દ્વારા માગવામાં આવેલી પરવાનગી માન્ય કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આઝાદ મેદાનમાં મોરચાની પરવાગી આપી છે. આ વિશે માહિતી આપતાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આઝાદ મેદાન આંદોલન અને વિરોધ-પ્રદર્શન માટેનાં સ્થળોની યાદીમાં હોવાના કારણે તેમને એક દિવસ માટે પરવાનગી આપવામાં આવી છે. CJPના 
મુંબઈના સમર્થકો મોટી સંખ્યામાં તિરંગા સાથે આજે આઝાદ મેદાનમાં ભેગા થાય એવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં ૨૦૩૦-’૩૧થી ૬ વર્ષ પૂરાં કરનાર બાળકને જ મળશે પહેલા ધોરણમાં પ્રવેશ 

મહારાષ્ટ્રમાં ૨૦૩૦-’૩૧ના શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણમાં પ્રવેશ માટે લઘુતમ વયમર્યાદા ૬ વર્ષ કરવામાં આવશે. સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ સંબંધિત વર્ષની ૩૦ જૂન સુધીમાં બાળકોએ લઘુતમ વયમર્યાદા પૂર્ણ કરેલી હોવી જોઈએ જેમાં ૧૫ દિવસની છૂટછાટ આપી શકાશે. આ માપદંડ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે જેની શરૂઆત ૨૦૨૭-’૨૮ના શૈક્ષણિક વર્ષમાં નર્સરી-પ્રવેશથી થશે. ૨૦૨૭-’૨૮થી નર્સરીમાં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી ૩ વર્ષ, ૨૦૨૮-’૨૯થી જુનિયર KG માટે ૪ વર્ષ અને ૨૦૨૯-’૩૦થી સિનિયર KG માટે પાંચ વર્ષ હોવી આવશ્યક છે. ૨૦૨૬-’૨૭ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન નર્સરીથી પહેલા ધોરણમાં પહેલેથી જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે નહીં. આ નિયમ બધાં જ બોર્ડની સ્કૂલોમાં લાગુ પડશે એમ GRમાં જણાવાયું છે.

કુશાવર્ત તીર્થમાં ગિરીશ મહાજનની ધ્વજ સ્તંભ પૂજા

મહારાષ્ટ્રના જળસ્રોત ખાતાના પ્રધાન ગિરીશ મહાજને વિવિધ અખાડાઓના મહંત તથા સાધુઓ સાથે નાશિકના યંબકેશ્વરમાં આવેલા કુશાવર્ત તીર્થમાં ધ્વજ સ્તંભ પૂજા કરી હતી. ૩૧ ઑક્ટોબરે નાશિક અને યંબકેશ્વરમાં ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

mumbai news mumbai azad maidan cockroach janata party mumbai police