✕

News In Shorts: કાંદિવલીમાં રોડ પર ઑઇલ ઢોળાયું, ૩૦ મિનિટમાં ૧૪ ટૂ-વ્હીલર્સ સ્કિડ થયાં

02 November, 2026 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પછી એક ટૂ-વ્હીલર સ્કિડ થઈને રસ્તા પર પટકાતાં આ બાબતે ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં નૉર્થ ઝોન પોલીસ-કમિશનરની ઑફિસ સામે જ રોડ પર ઑઇલ ઢોળાયું હોવાથી અડધો જ કલાકમાં એની પરથી પસાર થયેલાં ૧૪ જેટલાં ટૂ-વ્હીલર્સ સ્કિડ થયાં હતાં અને બાઇકસવારો ઘાયલ થયા હતા. એક પછી એક ટૂ-વ્હીલર સ્કિડ થઈને રસ્તા પર પટકાતાં આ બાબતે ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડે રસ્તાના એ ભાગને બૅરિકેડ્સથી છૂટો પાડીને ઑઇલ ઢોળાયેલા રસ્તાના પૅચ પર માટી નાખી હતી. એ દરમ્યાન વાહનો બાજુમાંથી ધીમી ગતિએ છોડવામાં આવ્યાં હતાં.

હમ ભારત કે લોગ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર સામે ગઈ કાલે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી, ફિરોઝ મીઠીબોરવાલા, ગુડ્ડી એસએલ અને અલી ભોજાણીના ‘હમ ભારત કે લોગ’ દ્વારા ‘તિરંગા સંવિધાન સત્યાગ્રહ’ રૅલી કાઢવાનું આહ્‍‍વાન કરવામાં આવ્યું હતું જેમાં સામેલ થયેલા લોકોએ હાથમાં તિરંગો અને ભારતના બંધારણની કૉપીને લઈ સરકારની વિરુદ્ધ નારાબાજી કરી હતી. તુષાર ગાંધીની પોલીસે હાઉસ અરેસ્ટ કરતાં તે હાજર રહી શક્યા નહોતા. તસવીરોઃ આશિષ રાજે 

mumbai news mumbai kandivli road accident