News In Shorts: હેલ્મેટ ક્યાં છે ભાઈ?

27 April, 2024 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મસ્તીમાં મતદાન; બજરંગ સાથે મતદાન અને વધુ સમાચાર

અમરાવતીનાં BJPનાં ઉમેદવાર નવનીત રાણા ગઈ કાલે પતિ રવિ રાણા સાથે બાઇક પર બેસીને મતદાન કરવા પહોંચ્યાં હતાં. જોકે બન્નેમાંથી કોઈએ હેલ્મેટ નહોતી પહેરી.

બજરંગ સાથે મતદાન

વર્ધા લોકસભા બેઠક પર ગઈ કાલે મતદાન થયું ત્યારે એક મતદાનકેન્દ્રમાં એક મતદાર બજરંગ નામના તેના પાળેલા વાંદરા સાથે મત આપવા પહોંચતાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મતદાનકેન્દ્રના સ્ટાફે બજરંગ સાથે મત આપવા આવવા વિશે પૂછતાં પેલા મતદારે કહ્યું હતું કે બજરંગ તેના વગર રહી નથી શકતો એટલે મત આપવા માટે એને સાથે લાવવો પડ્યો છે.

મસ્તીમાં મતદાન

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં મતદાન કરવા માટે મહિલાઓ ઢોલક વગાડીને બળદગાડામાં જતી જોવા મળી હતી.

આવો મતદારો, તમારું સ્વાગત છે

કર્ણાટકના મૈસૂરમાં તાંડવપુર પોલિંગ સ્ટેશનના ચૂંટણીઅધિકારીઓ પરંપરાગત પોશાકમાં આવ્યા હતા અને મતદારોને આવકારી રહ્યા હતા.

સખત ગરમીથી રસ્તાનો ડામર પીગળ્યો

તસવીર : આશિષ રાજે

હીટવેવની હવામાન વિભાગની ‍આગાહી મુજબ ગઈ કાલે મુંબઈમાં બપોરના સમયે સખત ગરમી અનુભવાઈ હતી. ભારે ગરમીને લીધે ધારાવીમાં રસ્તાનો ડામર પણ પીગળી ગયો હતો. આથી આ રસ્તા પરથી ગઈ કાલે વાહનો પસાર થયાં ત્યારે ટાયરનાં નિશાન પડી ગયાં હતાં.

કોસ્ટલ રોડ પર આર્ચ બ્રિજ ઇન્સ્ટૉલ થઈ ગયો

મુંબઈ કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્ક રોડને જોડવા માટે ૨૦૦૦ મેટ્રિક ટનના આર્ચ બ્રિજને ગુરુવારે મધરાત બાદ ૩.૨૫ વાગ્યે સફળતાપૂર્વક ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો હતો. સમુદ્રમાં ભરતી અને ઓટને ધ્યાનમાં રાખવાની સાથે પાણીનાં હલેસાં ઓછાં હતાં ત્યારે ૧ કલાક અને ૨૫ મિનિટમાં નક્કી કરવામાં આવેલી જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો હતો. હવે અહીં સિમેન્ટ-કૉન્ક્રીટનું કામ કરવામાં આવશે. 

Lok Sabha Election 2024 Lok Sabha mumbai mumbai news