02 September, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાલિનાચા એકટા રાજા
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનાના કુંચીકર્વેનગરના ‘કાલિનાચા એકટા રાજા’ની મૂર્તિની પધરામણી ગઈ કાલે વાજતે-ગાજતે આતશબાજી સાથે થઈ હતી. ક્રિષ્ણલ આર્ટ્સના અરુણ દત્તે દ્વારા પરેલ વર્કશૉપમાં બનાવવામાં આવેલી ગણપતિની આ ઊભી મૂર્તિ લઈ જવાતી હતી ત્યારે કાર્યકરો એ મૂર્તિ બહુ ડોલે નહીં અને પડે નહીં એની વિશેષ કાળજી લઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું. ‘ભુલેશ્વરચા રાજા’ની મૂર્તિની દુર્ઘટના બાદ મંડળો આ બાબતે સાવચેતીનાં પગલાં લઈ રહ્યાં હોવાનું જણાઈ આવ્યું છે.
પૂરગ્રસ્ત નેપાલમાં રસુવાગઢી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ૯૩ કામદારો ફસાયા હતા અને તેમને શોધવા માટે બચાવકર્તાઓ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને ટનલના બીજા છેડા સુધી પહોંચ્યા હતા, પરંતુ ડ્રોનનું ફુટેજ દર્શાવે છે કે ૯૩માંથી કોઈના બચવાની આશા નથી. ટનલનો થર્મલ ડ્રોન વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો હાઇડ્રોપાવર પ્રોજેક્ટની અંધારાવાળી અને અંધકારમય ટનલનો છે, જ્યાં પૂર પછી ગુમ થયેલા ૯૩ કામદારોની શોધ ચાલી રહી હતી.
નેપાલ અને તિબેટ સરહદે ૨૬ ઑગસ્ટે ગ્લેશિયર તૂટવાથી આવેલા ભયાનક પૂર બાદ તારાજીનાં દૃશ્યો દિવસે ને દિવસે ભયાનક થઈ રહ્યાં છે. મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે. આ કુદરતી હોનારતમાં ૧૦૫૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૫૮૩ વિદેશી નાગરિકો સહિત લગભગ ૪૦૦૦ લોકો હજુ પણ લાપતા છે.