14 October, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં એક ટ્રકમાંથી ૧.૧૫ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને એના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. રાજ્યના એક્સાઇઝ કમિશનર પ્રવીણ તાંબેએ કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૧ ઑક્ટોબરે એક ટ્રકને અટકાવી હતી, જેમાં એક્સાઇઝ ડ્યુટી ચૂકવ્યા વિના વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દારૂ ખાસ કરીને ગોવામાં વેચાણ માટે બનાવવામાં આવ્યો હતો. દારૂની બૉટલો પર MRP અને બૅચ-નંબરનો ઉલ્લેખ નહોતો. મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઍક્ટ 1949 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.’