19 November, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૪માં અર્બન લોકલ બૉડી કૅટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. દેશભરમાંથી ૭૫૧ પ્રપોઝલ મોકલવામાં આવી હતી. વૉટર મૅનેજમેન્ટ અને રીયુઝ ઇનિશ્યેટિવ માટે NMMCને આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં NMMC કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર કૈલાસ શિંદેએ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્વીકાર્યો હતો. અવૉર્ડ માટે પાણી માટે સ્વ-નિર્ભરતા, ૧૦૦ ટકા સીવેજ પ્રોસેસિંગ અને અસરકારક લીકેજ નિયંત્રણ જેવાં પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.