મહાયુતિના બે કૅન્ડિડેટ્સનાં નૉમિનેશન રદ કરાયાં

01 January, 2026 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્યુમેન્ટ્સમાં સમસ્યા અને મોડા પડવાને કારણે બે બેઠક મતદાન પહેલાં જ ગુમાવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં બે વૉર્ડમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોનું નૉમિનેશન રદ થઈ જતાં શિવસેનાનાને ઝટકો લાગ્યો હતો. મુંબઈમાં વૉર્ડ-નંબર ૨૧૧ અને વૉર્ડ-નંબર ૨૧૨માં હવે મહાયુતિનો કોઈ ઉમેદવાર નહીં હોય. વૉર્ડ-નંબર ૨૧૧માં મહાયુતિના શકીલ અન્સારીની ઉમેદવારી ડૉક્યુમેન્ટ્સમાં સમસ્યાને લીધે રદ થઈ હતી તો વૉર્ડ-નંબર ૨૧૨માં BJPનાં મંદાકિની ખામકર નૉમિનેશન ભરવા માટે ૧૫ મિનિટ મોડાં પહોંચ્યાં હતાં. ૨૧૨માં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નાં શ્રાવણી હળદણકરની જીતની સંભાવના વધી ગઈ છે, કારણ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે MNSની અગાઉથી યુતિ થયેલી છે.

mumbai news mumbai eknath shinde shiv sena bharatiya janata party maha yuti