ક્લોઝ ડોરવાળી નૉન-AC રૅક આવી રહી છે મુંબઈ

12 April, 2026 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ભારતની પહેલી નૉન-AC (ઍર-કન્ડિશનર) લોકલ ટ્રેન ઑટોમૅટિક ડોર ક્લોઝર સાથે શરૂ થવાની તૈયારીમાં છે

નૉન-AC (ઍર-કન્ડિશનર) લોકલ ટ્રેન ઑટોમૅટિક ડોર ક્લોઝર

મુંબઈમાં ભારતની પહેલી નૉન-AC (ઍર-કન્ડિશનર) લોકલ ટ્રેન ઑટોમૅટિક ડોર ક્લોઝર સાથે શરૂ થવાની તૈયારીમાં છે. મુંબ્રા દુર્ઘટના પછી વિકસાવવામાં આવેલી આ નવી રેકનો હેતુ ખુલ્લા દરવાજામાંથી પડી જવાને કારણે થતા અકસ્માત રોકવાનો છે. ચેન્નઈમાં ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF) દ્વારા બનાવાયેલી ૧૨ ડબ્બાવાળી ટ્રેન અત્યારે મુંબઈ આવવા નીકળી ગઈ છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવના નિર્દેશ, રેલવે બોર્ડ અને ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી વચ્ચેના પરામર્શ બાદ આ રેક ડિઝાઇન કરવામાં આવી છે.

છત પર લગાવેલા બ્લોઅર્સ કોચમાં તાજી હવા ધકેલશે. દર કોચમાં બે ઍર-ઇન્ટેક યુનિટ હશે. લુવર્ડ દરવાજા અને બારીને લીધે હવા કોચમાં આવશે. અગાઉની ટ્રેનોમાં ભારે વરસાદ દરમ્યાન પાણી ડબ્બામાં આવતાં વેન્ટિલેશન-સિસ્ટમમાં સમસ્યા થતી હતી. નવી સિસ્ટમમાં વરસાદનાં પાણી કોચમાં ન ભરાય એવી વ્યવસ્થા છે. 

આ નવાં ફીચર્સ છે

ટ્રેનમાં વેસ્ટિબ્યુલ ડિઝાઇન છે જે દરેક યુનિટમાં ૬ કનેક્ટેડ કોચને કનેક્ટ કરશે. ડોર-ડ્રાઇવર ઇન્ટરલૉકિંગ સિસ્ટમ, સેન્સર્સ અને ટૉકબૅક સિસ્ટમ, પૅસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે, એન્હૅન્સ્ડ વેન્ટિલેશન સિસ્ટમ્સ હશે. સામાન્ય રેક કરતાં દસથી ૧૫ ટકા વધુ કિંમતની રેક છે.

mumbai news mumbai mumbai local train AC Local mumbai trains