દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે જ નહીં, ફૅમિલીએ પણ ગંભીર ભૂલ કરી એમાં તનીષા ભીસેએ જીવ ગુમાવ્યો

19 April, 2025 02:33 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

તનીષા ભીસેની તબિયતમાં સુધારો ન હોવા છતાં તેને ચાર-પાંચ દિવસ ઍડ્‍મિટ રાખવામાં આવી હતી

તનીષા ભીસે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેના પર્સનલ અસિસ્ટન્ટ સુશાંત ભીસેની પ્રેગ્નન્ટ પત્ની તનીષા ભીસેની સારવારમાં પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે બેદરકારી દાખવવા ઉપરાંત ૧૦ લાખ રૂપિયા ઍડ્વાન્સ ચાર્જ માગ્યો હતો એવો ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો. આ મામલે પુણેની સરકારી સસૂન હૉસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ રિપોર્ટ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો.

તપાસના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે કે તનીષા ભીસેની તબિયતમાં સુધારો ન હોવા છતાં તેને ચાર-પાંચ દિવસ ઍડ્‍મિટ રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં દરદીને મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાની ભલામણ કરવી જોઈતી હતી. દરદી તનીષાની તબિયત ગંભીર થઈ ગઈ હોવા છતાં ફૅમિલી તેને મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં લઈ જવાને બદલે સામાન્ય સૂર્યા હૉસ્પિટલમાં લઈ ગઈ હતી એટલે તનીષાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. હૉસ્પિટલમાં કાર્ડિઍકની સુવિધા નહોતી એટલે તનીષાને અહીં બે કલાક સુધી રાખવામાં આવતાં તેનો જીવ ગયો હતો. મૃત્યુ થયા બાદ સસૂન હૉસ્પિટલને પોસ્ટમૉર્ટમ કરવા માટે જાણ કરવાને બદલે ફૅમિલી મૃતદેહ ઘરે લઈ ગઈ હતી. તનીષા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)થી પ્રેગ્નન્ટ થઈ હતી. IVF સેન્ટરે તનીષાની તબિયત પર ધ્યાન આપવાની જરૂર હતી, જે ન અપાતાં તનીષા બે બાળકને જન્મ આપીને મૃત્યુ પામી હતી. 

mumbai news mumbai devendra fadnavis pune Crime News