18 November, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈની સ્કૂલ
વસઈ-ઈસ્ટની સ્કૂલમાં વિદ્યાર્થિનીને ૧૦૦ ઊઠકબેઠકની સજા આપનાર સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાથી સોમવારે વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશને શ્રી હનુમંત વિદ્યા મંદિર પાસેથી બાંધકામ પરવાનગીની વિગતો માગતી નોટિસ મોકલી છે.
૨૦૨૨ના સપ્ટેમ્બરમાં સ્કૂલના દરવાજા પાસે ‘ગેરકાયદે બાંધકામ’ લખેલી ચેતવણી આપતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું પરંતુ સ્કૂલ-પ્રશાસને એને સ્કૂલના નામના બોર્ડથી ઢાંકી દીધું હતું. આ સ્કૂલનું સ્ટ્રક્ચર ચાલી જેવું છે એથી સ્કૂલ-પ્રશાસને સ્વીકાર્યું હતું કે ચાલી જેવા માળખાને કારણે બાંધકામની પરવાનગી મળતી નથી.
અત્યારે આ કેસમાં બાળકીને સજા આપનાર ટીચર મમતા યાદવને સસ્પેન્ડ કરવામાં આવી છે. બાળકીનો પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી વિશે નિર્ણય લેવામાં આવશે.