Mumbai: હવે ટ્રાફિક પોલીસ ગાડી થોભાવીને નહીં તપાસે દસ્તાવેજ, નવા આદેશ જાહેર

05 August, 2021 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ હાઇવે, ફ્રીવે, એક્સપ્રેસવે અને લિન્ક રોડ જેવા રસ્તાઓ પર ટ્રાફિક જામથી છૂટકારો અપાવનારું પગલું સાબિત થશે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ પોલીસ આયુક્ત હેમંત નગરાલેએ મુંબઇ ટ્રાફિક પોલીસ માટે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ ટ્રાફિક પોલીસકર્મચારી હવે રસ્તા પર વાહનોને અટકાવીને ડ્રાઇવર પાસેથી દસ્તાવેજ સંબંધી પૂછપરછ નહીં કરી શકે. આ આદેશનો હેતુ આવી કાર્યવાહીથી રસ્તા પર થનારા ટ્રાફિક જામથી શહેરવાસીઓથી મુક્તિ અપાવવાનો છે.

જો કે, પોલીસ આયુક્તએ આ આદેશમાં કહ્યું છે કે ટ્રાફિક પોલીસને વિશેષ પરિસ્થિતિઓમાં કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં દોષી ડ્રાઇવર વિરુદ્ધ કાયદાકીય તપાસ કે નાકાબંધી કરી વાહનોની તપાસ કરવાનો અધિકાર રહેશે.

આ પ્રકારની કાર્યવાહીમાં ટ્રાફિકને અટકાવી શકાય છે. પણ આ માટે કેટલીક અલગ વ્યવસ્થા કે વૈકલ્પિક વ્યવસ્થાની તપાસ કરવાની રહેશે. નગરાલે પ્રમાણે, મુંબઇ ટ્રાફિક પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવર પર કાર્યવાહીને પ્રાથમિકતા આપે. આ બાબતે પોલીસ આયુક્તાલય તરફથી ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત, બધા ઉપાયુક્તો અને સહાયક આયુક્તોને જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

4 વ્હીલર્સનું સૌથી વધારે ઘનત્વ મુંબઇમાં
મુંબઇમાં જાન્યુઆરી, 2020 સુધી 32.5 લાખ કાર રજિસ્ટર્ડ હતી, જે જાન્યુઆરી 2021 સુધી લગભગ 34.5  લાખ થઈ ગઈ છે. અહીં દ્વિચાકી વાહનોની સંખ્યા લગભગ 24.5 લાખ છે. રાજ્યના આર્થિક સર્વે પ્રમાણે, દેશમાં સૌથી વધારે 4 વ્હીલર્સનું ઘનત્વ મુંબઇના રસ્તાઓ પર જોવા મળે છે. પ્રતિ કિલોમીટર વાહનોનું ઘનત્વ મુંબઇમાં 2015-16, 2016-17, 2017-18, 2018-19માં ક્રમશઃ 1410, 1525, 1675 અને 1800 રહ્યું છે.

મુંબઇમાં રજિસ્ટર્ડ કાર 34.5 લાખ છે જ્યારે 24.5 લાખ 2 વ્હીલર્સ છે.

Mumbai mumbai news mumbai traffic