ઓપરેશન સિંદૂરની ટીકા કરતી ફેસબુક પોસ્ટ બદલ મુંબઈના માલવણની સલમા સામે ગુનો દાખલ

12 May, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: આ FIR 10 મેના રોજ દાખલ કરવામાં આવી હતી, અને ત્યારથી માલવણી-મલાડના OCC વિસ્તારની રહેવાસી 40 વર્ષની સલમા રફીક ખાન તરીકે ઓળખાતી મહિલાને નોટિસ પાઠવવામાં આવી છે. તે માલવણી વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવે છે.

ઓપરેશન સિંદૂર (તસવીર: મિડ-ડે)

ભારત દ્વારા પાકિસ્તાન (Operation Sindoor) તરફથી કરવામાં આવતા આતંકવાદી હુમલામાં સામે કડક કાર્યવાહી કરવા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ કાર્યવાહીને લઈને ભારતમાં જ રહેતા કેટલાક લોકોને આ સામે વાંધો હોવાનું સામે આવ્યું છે. દેશમાં રહેતા કેટલાક ગદ્દાર લોકો ભારતીય સેના અને ઓપરેશન સિંદૂરની ટીકા કરતાં હોવાનું સામે આવ્યું છે. ભારત વિરોધી પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનું પગલું હવે સરકારે ભર્યું છે, જેને પગલે મુંબઈથી એક મહિલા સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

મુંબઈની માલવણી પોલીસે એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટમાં `ઓપરેશન સિંદૂર`ની ટીકા (Operation Sindoor) કરવા બદલ એક મહિલા વિરુદ્ધ FIR નોંધી છે. આ FIR 10 મેના રોજ દાખલ કરવામાં આવી હતી, અને ત્યારથી માલવણી-મલાડના OCC વિસ્તારની રહેવાસી 40 વર્ષની સલમા રફીક ખાન તરીકે ઓળખાતી મહિલાને નોટિસ પાઠવવામાં આવી છે. તે માલવણી વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવે છે.

એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, આ કેસ ખાન (Operation Sindoor) દ્વારા તેના ફેસબુક એકાઉન્ટ પર શૅર કરાયેલી એક પોસ્ટ સાથે સંબંધિત છે, જેમાં સલમાએ ભારતના સશસ્ત્ર દળો દ્વારા શરૂ કરાયેલા તાજેતરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન સિંદૂરની ટીકા કરી હતી. અહેવાલ મુજબ સલમાએ પોસ્ટમાં લખ્યું હતું કે, "શાંતિ... જ્યારે સરકારો અવિચારી નિર્ણયો લે છે, ત્યારે બન્ને બાજુના નિર્દોષ લોકો કિંમત ચૂકવે છે - સત્તામાં રહેલા લોકો નહીં." આ પોસ્ટમાં ઓપરેશનનો અશ્લીલ સંદર્ભ પણ હતો, જેને અધિકારીઓ દ્વારા અપમાનજનક અને ઉશ્કેરણીજનક માનવામાં આવ્યો હતો.

માલવણી પોલીસ (Operation Sindoor) સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ કેસ નોંધવાની પુષ્ટિ કરી છે. "અમે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 353 હેઠળ જાહેર દુષ્કર્મને પ્રોત્સાહન આપતા નિવેદનો માટે, માહિતી ટેકનોલોજી કાયદાની લાગુ કલમો સાથે કેસ નોંધ્યો છે," અધિકારીએ જણાવ્યું. "પોસ્ટ કરવામાં આવેલું કન્ટેન્ટને રાષ્ટ્રીય સુરક્ષા કામગીરી પ્રત્યે સંભવિત રીતે ઉશ્કેરણીજનક અને અનાદરકારક માનવામાં આવી હતી. અમે સંબંધિત પ્રક્રિયાગત જોગવાઈઓ હેઠળ તેણીને નોટિસ જારી કરી છે. તેની સામે કોઈ અગાઉ ફરિયાદ કે કેસ નથી," અધિકારીએ ઉમેર્યું.

પોલીસ વિભાગના સૂત્રોએ ખુલાસો કર્યો કે ઔપચારિક ફરિયાદ મળ્યા બાદ તેઓએ પોસ્ટની નોંધ લીધી અને કન્ટેન્ટની ચકાસણી કરવા માટે ઝડપથી કાર્યવાહી કરી. પ્રારંભિક તપાસ પછી, FIR દાખલ કરવામાં આવી, અને તપાસ પ્રક્રિયાના ભાગ રૂપે ખાનને કાનૂની નોટિસ જાહેર કરવામાં આવી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં (Operation Sindoor) 26 લોકો માર્યા ગયા હતા. જેના બદલામાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા `ઓપરેશન સિંદૂર` શરૂ કરવામાં આવ્યું હતું.

operation sindoor jihad mumbai news mumbai crime news facebook indian army mumbai