06 October, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્યક્રમ
૧૫૧ પથકના ૫૦૦૦થી વધારે ઢોલવાદકોના ધ્વનિએ જ્યારે ધરતી ધ્રુજાવી ત્યારે એની નોંધ આખી દુનિયાએ લેવી જ પડી અને એટલે જ જ્યારે પુણેમાં એક કાર્યક્રમમાં ભારતના વીર તથા હિન્દવી સ્વરાજના રત્ન છત્રપતિ સંભાજી મહારાજના સન્માનમાં કાર્યક્રમ યોજાયો ત્યારે એની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં થઈ. છત્રપતિ સંભાજી મહારાજ જેને છાવા એટલે કે સિંહબાળ તરીકે ઓળખવામાં આવે છે તેમના સન્માનમાં આટલા ઢોલવાદકો સામેલ થયા એ એક રેકૉર્ડ છે. વિશ્વના કોઈ પણ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં એક કાર્યક્રમમાં ઢોલવાદકોએ પર્ફોર્મન્સ આપ્યો હોય એવું પહેલાં ક્યારેય નહોતું બન્યું.