06 May, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બર્થ-સર્ટિફિકેટ સાથે સંકળાયેલા કેસની તપાસ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. BMCના ઑફિસરોએ શોધી કાઢ્યું છે કે ૨૦૨૪થી ૨૦૨૬ દરમ્યાન સત્તાવાર રેકૉર્ડમાં છેડછાડ કરીને ૮૭,૦૦૦થી વધુ બોગસ બર્થ-સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મોટી સંખ્યામાં ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી જેમાં એવાં જ ફેક રજિસ્ટ્રેશન થયાં હોવાનું કહેવાયું હતું.
મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ ગુનાઓ અને પ્રાપ્ત ફરિયાદોની સંપૂર્ણ તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે SITનું નેતૃત્વ જૉઇન્ટ ક્રાઇમ વિભાગના પોલીસ-કમિશનર કરશે અને એમાં ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ બ્રાન્ચ અને ડિટેક્શન યુનિટના સિનિયર ઑફિસરોનો સમાવેશ કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ પણ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓને કૌભાંડ હેઠળ બોગસ બર્થ-સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવી રહ્યાં છે.