થાણેનાં બ્રાહ્મણ મંડળો પરશુરામ જયંતીની જાહેર ઉજવણી નહીં કરે

29 April, 2025 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે માત્ર પરંપરાગત પૂજા કરીને સાદગીથી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે થાણેનાં વિવધ બ્રાહ્મણ મંડળો ભગવાન પરશુરામની જન્મજયંતીની જાહેર ઉજવણી નહીં કરે. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રત્યે શોક દર્શાવીને મોટા સમારંભો રદ રાખવામાં આવ્યા છે. આ નિર્ણય તમામ બ્રાહ્મણ મંડળોના આગેવાનોએ સાથે મળીને લીધો છે. થાણેમાં બ્રાહ્મણ મંડળો દર વર્ષે અખાત્રીજને દિવસે પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે માત્ર પરંપરાગત પૂજા કરીને સાદગીથી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

thane municipal corporation thane Pahalgam Terror Attack mumbai news mumbai