પાલઘર ક્રાઈમ : શોકિંગ! જેની જોડે સગાઈ કરી હતી તે ફિયોન્સીનું જ ગળું દાબી નાખ્યું યુવકે

04 September, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palghar Crime: ઝગડો થયા બાદ ૨૨ વર્ષના યુવકે પોતાની ૧૭ વર્ષની મંગેતરની ગળું દાબીને હત્યા કરી નાખી છે. ઘટના જોહર વિસ્તારના બિવલધર ગામમાં બની હતી.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘરમાંથી હ્રદય ચીરી નાખે તેવા સમાચાર (Palghar Crime) મળી રહ્યા છે. અહીં ઝગડો થયા બાદ ૨૨ વર્ષના યુવકે પોતાની ૧૭ વર્ષની મંગેતરની ગળું દાબીને હત્યા કરી નાખી છે.  

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ઘટના જોહર વિસ્તારના બિવલધર ગામમાં બની હતી. આ મામલે આરોપી (Palghar Crime)ને દબોચી લેવામાં આવ્યો છે. જોહરના નાયબ પોલીસ અધિક્ષક સમીર એસ મહેરે આ મામલે માહિતી શેર કરતાં જણાવ્યું કે આરોપી પીડિતાના પ્રેમમાં પાગલ હતો. આ બન્નેની સગાઈ પણ થઈ ગઈ હતી. આરોપી અવારનવાર તેની મંગેતરને મળવા માટે પણ આવ્યા કરતો હતો. મંગળવારે જ્યારે પીડિતાનાં માતા-પિતા ખેતરમાં કામ કરવા માટે ગયાં હતાં તે દરમિયાન આરોપી મંગેતરના ઘરે ગયો હતો. જોકે, તે સમયે તેમની વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. વાત એટલી હદ સુધી બગડી ગઈ કે આરોપીએ તેની મંગેતરનું ગળું દબાવી નાખ્યું જેમાં તે મરી ગઈ હતી. આવું કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હતી. રિપોર્ટ અનુસાર તપાસ બાદ બુધવારે આરોપી (Palghar Crime)ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૩ (૧) (હત્યા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેણે પોતાની થનારી પત્નીની આવી કરપીણ હત્યા શા માટે કરી તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

આવી જ એક અન્ય શોકિંગ ઘટના

Palghar Crime: આવી જ એક અન્ય ઘટના વિષે વાત કરવામાં આવે તો તાજેતરમાં પૂણેમાં એક મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ તેના લવર સાથે મળીને પોતાના પતિની મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં હત્યા કરી હતી ને તેના ઘરે ફ્લોર ટાઇલ્સ હેઠળ મૃતદેહને દફનાવી નાખ્યો હતો. મુંબઈના ઉપનગર નાલાસોપારામાં ગંગનીપાડાના રહેવાસી વિજય ચવ્હાણ (34)ની આ રીતે કરપીણ હત્યા થઇ હોવાનું ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે તેનો કોહવાઈ ગયેલો મૃતદેહ લગભગ બે અઠવાડિયા બાદ તેના જ ઘરની ટાઇલ્સ હેઠળ દફનાવેલી હાલતમાં મળી આવ્યો. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (હત્યા) ૨૩૮ (પુરાવાનો નાશ) અને ૩ (૫) (સામાન્ય હેતુ) હેઠળ બે વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ચવ્હાણની પત્ની ચમન દેવી અને તેના પ્રેમી મોનુ શર્મા એમ બંનેને શોધી કાઢ્યા હતા. પેલ્હાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બંનેની ધરપકડ પણ કરવામાં છે અને તેમને પાલઘર લાવવામાં આવ્યા હતા. મીરા-ભાયંદરના એસીપી બજરંગ દેસાઈ, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસે હત્યાના આરોપમાં ચમન દેવી અને શર્માની ધરપકડની પુષ્ટિ કરી હતી.

mumbai news mumbai Crime News palghar murder case mumbai police mumbai crime news mumbai crime branch crime branch