Palghar Crime News: શખ્સે બીજા પુરુષ જોડે અફેરની શંકાએ પત્નીની હત્યા કરી નાખી, ધરપકડ થઈ

24 April, 2025 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palghar Crime News: 55 વર્ષીય વ્યક્તિએ તેની જ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. આ પુરુષને શંકા હતી કે તેની પત્નીનું બીજા કોઈ પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક ભયાવહ (Palghar Crime News) કહી શકાય એવા સમાચાર મળી રહ્યા છે. અહીં એક 55 વર્ષીય વ્યક્તિએ તેની જ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પુરુષને શંકા હતી કે તેની પત્નીનું બીજા કોઈ પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે. આટલી જ વાત પર તેણે તેની પત્નીની હત્યા કરી નાખી છે. પત્નીની હત્યા કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

Palghar Crime News: આ મહિલાનો મૃતદેહ મંગળવારે વિરાર વિસ્તારના નરેશ પાટીલ વાડીમાંથી મળી આવ્યો હતો. લોહીથી ખરડાયેલા પથ્થર સાથે ફાર્મહાઉસમાં મહિલાનો મૃતદેહ મળ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી. અને ત્યારબાદ તેની બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શાહુરાજ રાણાવરેએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિકોએ બાદમાં પોલીસને જણાવ્યું હતું કે મહિલા વારંવાર આ વિસ્તારમાં ભંગાર ભેગો કરતી જોવા મળતી હતી.

મૃતદેહ મળ્યા બાદ મુંબઈ પોલીસ તેની તપાસમાં લાગી હતી. તપાસ દરમિયાન આ 50 વર્ષની મહિલાની ઓળખ વિરારમાં ફૂલપાડા રોડ નજીક નાગ્યા કટકારી પાડામાં રહેતી એક રહેવાસી તરીકે થઈ હતી. જ્યારે મુંબઈ પોલીસે આ મહિલાના પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે આ મહિલાના પતિને લઈને પોલીસને શક ગયો. 

વારંવાર પૂછપરછ બાદ તે મહિલાના પતિએ ગુનાની કબૂલાત (Palghar Crime News) કરતાં જણાવ્યું હતું કે તેણે જ તેની પત્નીની હત્યા કરી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે એ જ વિસ્તારમાં રહેતા કોઈ અન્ય વ્યક્તિ સાથે તેની પત્નીનું અફેર હોવાની શંકા જતાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા પણ કરતો હતો.  પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મહિલા સોમવારે મોડી રાત્રે ઘરેથી નીકળી હતી. પણ ત્યારબાદ તે પરત ફરી નહોતી. બાદમાં તેના પતિએ તેની શોધ કરી હતી અને નરેશ પાટીલ વાડી વિસ્તારના ખેતરમાં ઢળી પડેલી હાલતમાં જોઈ હતી.

પથ્થરના અનેક ઘા માર્યા હતા

એક અધિકારીએ માહિતી આપી હતી કે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર દલીલ (Palghar Crime News) થઈ હતી. આ મહિલાએ તેના પતિ સાથે ઘરે પરત ફરવાની ના પાડી દીધી હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા તેના પતિએ કથિત રીતે નજીકમાં પડેલો ભારે પથ્થર ઉપાડ્યો હતો અને ઘરે પાછા ફરતાં અનેકોવાર તેને માર્યો હતો. આમ કરવાથી ભારે ઇજાઓ થવાને કારણે તે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે 23 એપ્રિલ, બુધવારે આ વ્યક્તિની ધરપકડ (Palghar Crime News) કરી હતી અને ત્યારબાદ તેની સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 103 (1) (હત્યા) હેઠળ કેસ નોંધ્યો હતો.

mumbai news mumbai Crime News mumbai crime news palghar mumbai police