Palghar News: બોયફ્રેન્ડ સંગે રિસોર્ટ ગયેલી મહિલા સાથે ડિનર વખતે એવું શું થયું કે પ્રાણ ઊડી ગયા!

25 May, 2025 07:01 PM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

Palghar News: રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે તેને અચાનક શ્વાસ લેવા માટે તકલીફ થવા લાગી હતી. તે ઘડીભરમાં તો બેચેન થઈ જવા પામી હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના પાલઘરમાંથી ખૂબ જ ભયાવહ સમાચાર (Palghar News) સામે આવી રહ્યા છે. પાલઘરના એક રિસોર્ટમાં ૨૭ વર્ષીય મહિલાનું મોત થયું છે. કહે છે કે આ મહિલાનું મોત ભોજન સમયે થયું હતું. આ મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે રિસોર્ટમાં ગઈ હતી. રાત્રે જ્યારે તેઓએ ભોજન લીધું હતું ત્યારે અચાનકથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. ત્યારબાદ તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

ત્યારબાદ આ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર એવું તારણ સામે આવ્યું છે કે ભોજન સમયે તેના ગળામાં ચિકનનો ટુકડો ફસાઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે `અમે અત્યારે આ કેસને આકસ્મિક મૃત્યુ (Palghar News) તરીકે નોંધ્યો છે. હજી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ."

રાત્રિભોજન દરમિયાન આ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી

આ કેસ (Palghar News)માં પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે કે મહિલાના મોત પાછળ કોઈ કાવતરું કે બેદરકારી તો નથી થઈ ને. તમને જણાવી દઈએ કે આ ઘટના 23 મેના રોજ બની હતી. આ મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રિસોર્ટમાં આવી હતી.. જ્યારે તેઓ રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે તેને અચાનક શ્વાસ લેવા માટે તકલીફ થવા લાગી હતી. તે ઘડીભરમાં તો બેચેન થઈ જવા પામી હતી. તે શ્વાસ લેવા માટે હાંફવા લાગી અને પછી અચાનકથી ઢળી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ડોકટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

Palghar News: આ સાથે જ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી નજીક અનેક વાહનો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી.  આ ઘટનામાં કિશોરવયની છોકરી સહિત બે મહિલાઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે જ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક વિક્રમ કદમના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રેલર નિયંત્રણ બહાર ગયું હતું અને મુંબઈ તરફ જતા રસ્તા પર ડિવાઇડર સાથે અથડાયું હતું. તેને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ બસો, એક ટ્રક અને એક કારનો સમાવેશ થાય છે. આ દરમિયાન એક બસ અને એક ટ્રેક્ટર ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ઈજાગ્રસ્ત કાર ચાલક અક્ષય હલદાનકર ખોપોલીની જાગૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે કોલ્હાપુરના વસુધા વિજય જાધવ, ઘાટકોપરની સારિકા અવતારે, 9 વર્ષીય સારિકા વિજય જાધવ અને ત્રણ વર્ષીય અવનીશ વિજય જાધવને ગંભીર હાલતમાં કામોઠેની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

mumbai news mumbai palghar Crime News mumbai crime news mumbai police