✕

પનવેલ-વસઈ વચ્ચે સબર્બન રેલવેનો પ્રસ્તાવ

13 November, 2026 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલથી વસઈ જવા માટે કુર્લા કે દાદરથી ટ્રેન બદલવી નહીં પડે

પ્રતીકાત્મક તસવીર

પનવેલ અને વસઈ વચ્ચે ૬૯.૨૩ કિલોમીટર લાંબા નવા સબર્બન રેલ કૉરિડોરનો પ્રસ્તાવ મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. આ કૉરિડોરમાં ૧૭ સ્ટેશનો હશે અને લગભગ ૨૮ કિલોમીટરનો માર્ગ એલિવેટેડ હશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયા છે અને એ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) ફેઝ-3B હેઠળ આવે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો પનવેલ અને નવી મુંબઈથી વેસ્ટર્ન સબર્બન સુધી સીધી લોકલ ટ્રેન-સેવા ઉપલબ્ધ થશે.

આ પ્રોજેક્ટને પગલે પનવેલથી આવતા મુસાફરોએ વસઈ કે વેસ્ટર્ન લાઇનમાં જવા માટે કુર્લા અથવા દાદર ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. આ કૉરિડોર એક મોટા પ્રોજેક્ટ પૅકેજનો ભાગ છે. MUTP-3B હેઠળ બદલાપુર અને કર્જત વચ્ચે ત્રીજી લાઇન તથા આસનગાંવ અને કસારા વચ્ચે ચોથી લાઇનનાં કામોનો પણ સમાવેશ થાય છે જેનાથી આ સમગ્ર પૅકેજનો કુલ ખર્ચ ૧૪,૯૦૭.૪૭ કરોડ રૂપિયા થાય છે.

આંકડાબાજી
લંબાઈ : ૬૯.૨૩ કિલોમીટર જે એક સ્વતંત્ર સબર્બન લાઇન તરીકે પ્રસ્તાવિત છે.
ખર્ચ : સુધારેલો અંદાજિત ખર્ચ ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયા છે.
સ્ટેશનો : ૧૭ (જેમાંથી લગભગ ૨૮ કિલોમીટરનો માર્ગ એલિવેટેડ હશે). 

mumbai news mumbai panvel vasai mumbai trains