૯મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

09 September, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯મી સપ્ટેમ્બર ૨૦૨૬ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા આ રહી

પ્રતીકાત્મક તસવીર

આજે રાતનાં વ્યાખ્યાન

શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા

આજના વક્તાઃ જય વસાસડા, વિષય ઃ લગ્નજીવન ઃ સંગાથે સુખ શોધીએ. સ્થળઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી. 

આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ

આજના વક્તાઃ ભૂપેન્દ્ર પંડ્યા, વિષય ઃ સુખ-દુઃખ મનમાં ન આણીએ. સ્થળઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦. 

જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

આજના વક્તાઃ પંડિત વિવેકજી સહજ, વિષય ઃ વીતરાગતા ઔર સર્વજ્ઞતા ઃ જૈન ધર્મ કે પ્રાણ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.

  આવતી કાલ સવારનાં વ્યાખ્યાન

જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

વક્તાઃ હિતેશ ચોવટિયા. વિષય ઃ ધર્મ તે; આનંદની દશા છે. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.

ધીરગુરુદેવની નિશ્રામાં પર્યુષણ પ્રવચનધારાનું લાઇવ પ્રસારણ

શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પ્રવચન શ્રેણીનું ૮થી ૧૫ સપ્ટેમ્બરે સવારે ૧૦થી ૧૧ વાગ્યે યુટ્યુબમાં DHEER PRAVACHAN DHARA ચૅનલમાં જીવંત પ્રસારણ કરાશે. ૯ સપ્ટેમ્બરે માઇન્ડ કનેક્શન, ૧૦ સપ્ટેમ્બરે કમ્પેશન કનેક્શન, ૧૧ સપ્ટેમ્બરે ડોનેશન કનેક્શન, ૧૨ સપ્ટેમ્બરે ભગવાન મહાવીર કનેક્શન, ૧૩ સપ્ટેમ્બરે ધર્મ કનેક્શન, ૧૪ સપ્ટેમ્બરે કર્મ કનેક્શન અને ૧૫ સપ્ટેમ્બરે બપોરે ૨.૩૦ વાગ્યે સંવત્સરી આલોયણા કાર્યક્રમ યોજાશે.

શાસનપ્રગતિ - પર્યુષણ વિશેષાંકની લોકાર્પણ વિધિ દાનવીર પરિવારના રમેશભાઈ અને રાજશ્રી વિરાણી, અર્ચના મહેતાના હસ્તે કરવામાં આવી છે. રિકીશા જૈનનાં ૩૨ ઉપવાસનાં પારણાં જીતુભાઈ અને હર્ષા મહેતા, ચીમન સાવલા, અમીશા વોરા, માલિની સંઘવી વગેરેના હસ્તે કરાયાં હતાં. 

 

mumbai news mumbai life and style lifestyle news culture news paryushan jain community gujaratis of mumbai gujarati community news