ઍરપોર્ટ પરથી ૩૪.૭૯ કરોડના હેરોઇન સાથે એક જણની ધરપકડ

04 October, 2022 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સ ઑફિસરોને આ વિશે આગોતરી માહિતી મળતાં વૉચ રાખી હતી અને એ પછી કરાયેલી પૂછપરછ અને કાર્યવાહીમાં એ હેરોઇન મળી​ આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સ ઑફિસરે શનિવારે એક પૅસેન્જરની આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૪.૭૯ કરોડની કિંમતના ૪,૯૭૦ ગ્રામ હેરોઇન સાથે ધરપકડ કરી હતી. કસ્ટમ્સ ઑફિસરોને આ વિશે આગોતરી માહિતી મળતાં વૉચ રાખી હતી અને એ પછી કરાયેલી પૂછપરછ અને કાર્યવાહીમાં એ હેરોઇન મળી​ આવ્યું હતું. પૅસેન્જરે એ હેરોઇન તેની ટ્રૉલી બૅગમાં પોલાણ‌ કરીને છુપાવ્યું હતું. તેની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પૅસેન્જરને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.  

આ સિવાય કસ્ટમ્સ ઑફિસરોએ શુક્રવારે અને શનિવારે કરેલી અન્ય કાર્યવાહી અંતર્ગત ૪.૫૩ કરોડ રૂપિયાનું ૯.૧૧૫ ​કિલો સોનું પકડી પાડ્યું હતું. આ સંદર્ભે કરાયેલા છ કેસમાં ત્રણ પૅસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી. એ પૅસેન્જરોએ એ સોનું તેમના જૅકેટમાં, બૅગમાં, મિક્સરના ટ્રાન્સફૉર્મરમાં, ટ્રૉલીના વ્હીલ્સમાં અને શૂઝમાં છુપાવ્યું હતું.  

mumbai mumbai news mumbai airport Crime News mumbai crime news