ભાઈંદરમાં દહેશત ફેલાવનારા દીપડા પર નજર રાખવા રેડિયો કૉલર પહેરાવવાની શક્યતા

21 December, 2025 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદર-ઈસ્ટમાંથી પકડાયેલા હુમલાખોર દીપડા પર રેડિયો કૉલર લગાવવાની વિચારણા થઈ રહી છે.

હુમલાખોર દીપડો

ભાઈંદર-ઈસ્ટમાંથી પકડાયેલા હુમલાખોર દીપડા પર રેડિયો કૉલર લગાવવાની વિચારણા થઈ રહી છે. દીપડાએ ગીચ વસ્તીવાળા રહેણાક વિસ્તારમાં ઘૂસીને અનેક રહેવાસીઓ પર હુમલો કર્યા બાદ એને પકડી લેવામાં આવ્યો હતો. શનિવારે મહારાષ્ટ્રના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે હુમલો થયો હતો એ બિલ્ડિંગની અને ઘવાયેલા લોકોની મુલાકાત લીધી હતી. દરમ્યાન ગણેશ નાઈકે દીપડાને જંગલમાં પાછા છોડતાં પહેલાં એના પર રેડિયો કૉલર લગાવવાની શક્યતા તપાસી હતી.

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રાણીને એના કુદરતી નિવાસસ્થાનમાં છોડ્યા પછી એની હિલચાલ પર નજર રાખવા માટે એના પર રેડિયો કૉલર લગાવે છે. ભવિષ્યમાં માનવ-વન્ય જીવના સંઘર્ષોને રોકવા માટે પણ આ પદ્ધતિ ખૂબ અસરકારક નીવડે છે. તેથી ભાઈંદરમાં ઘૂસી આવેલા દીપડાને રેડિયો કૉલર પહેરાવાય એવી શક્યતા ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવી હતી.

mumbai news mumbai bhayander wildlife maharashtra forest department