05 January, 2025 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવા વર્ષની શરૂઆતમાં જ એક પછી એક ડિપાર્ટમેન્ટના કામનો અંદાજ લેવાનું ચાલુ કરી દીધું છે અને એ માટે પ્રૉપર પ્લાનિંગ કરીને પ્રોજેક્ટ્સ પૂરા કરવા જણાવ્યું છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કમિશનર સંજય મુખરજી સાથે બેઠક કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બધા જ મેટ્રો પ્રોજેક્ટ્સનાં કામ પૂરાં કરવા પ્રૉપર પ્લાનિંગ સાથે નવું ટાઇમટેબલ બનાવો. આ કામમાં મોડું કરશો તો એ નહીં પાલવે. આ વર્ષે ૨૩ કિલોમીટર મેટ્રો શરૂ થઈ શકશે જેમાં મેટ્રો-૩ મુખ્ય હશે. આવતા વર્ષથી ઓછામાં ઓછી ૫૦ કિલોમીટર મેટ્રો દોડતી થાય એ જરૂરી છે. ઘણી જગ્યાએ કારશેડ વગર જ મેટ્રો ચાલુ થઈ રહી છે. વિશ્વમાં અનેક જગ્યાએ એવા પ્રયોગ થઈ રહ્યા છે. એનો અભ્યાસ કરવામાં આવે, કારશેડની રાહ ન જોવામાં આવે.’