✕

ઇંગ્લિશ રૉયલ્સનો દેશી ટચ લુક

18 November, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ રૉયલ્સે પહેરેલાં ઇન્ડિયન સ્ટાઇલ કપડાંએ બધાનું જ ધ્યાન ખેંચ્યું હતું.

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે પારંપારિક રૉયલ ભારતીય પોષાક મનાતો વેલ્વેટનો બંધગાળા પહેર્યો હતો. (તસવીર: સતેજ શિંદે)

ગઈ કાલે જિયો કન્વેન્શન સેન્ટરમાં અર્થશૉટ પ્રાઇઝ અવોર્ડ્સ સમારંભમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટનો દેશી અવતાર જોવા મળ્યો હતો. બ્રિટિશ રૉયલ્સે પહેરેલાં ઇન્ડિયન સ્ટાઇલ કપડાંએ બધાનું જ ધ્યાન ખેંચ્યું હતું. પ્રિન્સેસ કેટ ફૅશન-ડિઝાઇનર મહિમા મહાજન દ્વારા તૈયાર કરવામાં આવેલા હાથે વણેલા સિલ્ક કાપડથી બનેલી અને ગોલ્ડથી બનેલી ડિઝાઇનવાળી બનારસી અનારકલીમાં મનમોહક લાગતી હતી. જ્યારે પ્રિન્સ વિલિયમ પણ પારંપારિક ઇન્ડિયન ક્લાસિક ડ્રેસમાં શોભતા હતા. તેમણે પારંપારિક રૉયલ ભારતીય પોષાક મનાતો વેલ્વેટનો બંધગાળા પહેર્યો હતો. તસવીર: સતેજ શિંદે

રાજકુંવર રિક્ષાવાળો : પ્રિન્સ વિલિયમની ઈ-રિક્ષા સવારી

લૅન્ડ રોવર ડિફેન્ડર જેમની ફેવરિટ કાર હોય અને જેમના કાફલામાં લૅન્ડ રોવર હોવી સાવ મામૂલી બાબત ગણાય એવા બ્રિટનના પ્રિન્સ વિલિયમે ગઈ કાલે મુંબઈના રસ્તા પર ઈ-રિક્ષા હાંકી હતી. બાંદરા-વરલી સી-લિન્ક પ્રોમનેડ પર પ્રિન્સ વિલિયમે ઈ-રિક્ષા ચલાવી હતી અને પછી પ્રિન્સેસ કેટ મિડલટનને પણ પાછળ બેસાડીને પોતાની રિક્ષા-ડ્રાઇવિંગ સ્કિલ્સનું પ્રદર્શન કર્યું હતું. અર્થશોટ ૨૦૨૬ પ્રાઇઝ જીતવા માટે દાવેદાર એવા ૧૫ ફાઇનૅલિસ્ટને તેઓ મળ્યા એ દરમ્યાન તેમણે ઈ-રિક્ષાનો આનંદ માણ્યો હતો.  

બાંદરામાં પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ અર્થશોટ અવૉર્ડના ફાઇનલિસ્ટ્ સાથે

મુંબઈની ૩ દિવસની મુલાકાતે આવેલાં પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ વિલિયમ અને કેટ મિડલટન ગઈ કાલે બાંદરાના રેક્લેમેશન ગાર્ડનમાં ‘અર્થશોટ’ અવૉર્ડના ફાઇનલિસ્ટ્સને મળ્યાં હતાં. 

prince william kate middleton jio mumbai whats on mumbai mumbai news