ડ્રગ-ઇન્સ્પેક્ટરની પરીક્ષાના પેપર-લીક મુદ્દે MPSCના ચૅરમૅન અને સેક્રેટરીનાં રાજીનામાં માટે પુણેમાં પ્રદર્શન

08 September, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત પવારે કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓની ૧૫ માગણીઓ છે જે પૂરી કરવા માટે અમે સરકારને ૩ દિવસનો સમય આપીએ છીએ

MPSCના ચૅરમૅનપદે ક્લીન ઇમેજ ધરાવતા તુકારામ મુંઢે જેવા અધિકારીઓની નિમણૂક કરવાની રોહિત પવારની માગણી

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની ડ્રગ-ઇન્સ્પેક્ટર (ગ્રુપ-B)ની પરીક્ષાના પેપર-લીકના મુદ્દે પુણેમાં MPSCના ઉમેદવારો દ્વારા સોમવારે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને કૉન્ગ્રેસ તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું. ઉમેદવારોએ પેપર-લીક માટે MPSCના ચૅરમૅન અને સેક્રેટરીને જવાબદાર ઠેરવીને તેમનાં રાજીનામાંની તથા સ્વચ્છ છબિ ધરાવતા તુકારામ મુંઢે જેવા અધિકરીઓની તેમના સ્થાને નિમણૂક કરવામાં આવે એવી માગણી કરી હતી.

આ પ્રદર્શનમાં NCP (SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળે, વિધાનસભ્ય રોહિત પવાર તથા કૉન્ગ્રેસના વિધાનસભ્ય વિશ્વજિત કદમ પણ જોડાયાં હતાં. પ્રદર્શનને સમર્થન આપનારા રોહિત પવારે કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓની ૧૫ માગણીઓ છે જે પૂરી કરવા માટે અમે સરકારને ૩ દિવસનો સમય આપીએ છીએ. MPSCના ચૅરમૅનપદે FDAના કમિશનર તુકારામ મુંઢે જેવી સ્વચ્છ છબિ ધરાવતા હોય એવા અધિકારીની નિમણૂક કરવી જોઈએ.’ 

mumbai news mumbai pune news pune congress rohit pawar tukaram mundhe