પુણેમાં પિતાએ ગુસ્સામાં દીકરા પર ઍસિડ ફેંક્યું, દીકરો ગંભીર અને બાપ ફરાર

18 May, 2026 10:30 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

એમાંનું ઍસિડ દીકરાના ચહેરા પર અને આંખ પર પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

પુણેના કોથરુડમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતાએ ઘરમાં ટૉઇલેટ સાફ કરવા રાખેલી ઍસિડની બૉટલ દીકરા પર ફેંકી હતી. એમાંનું ઍસિડ દીકરાના ચહેરા પર અને આંખ પર પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ કૌટુંબિક ઝઘડાની ઘટના ૧૪ મેએ બની હતી. કોથરુડના વસંતનગર કેળેવાડીમાં રહેતા ૩૦ વર્ષના તુષાર કદમનો તેના પિતા સાથે પૈસાના મામલે જોરદાર ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા પિતા શામ કદમે તેના પર સાફસફાઈ માટે વપરાતું ઍસિડ ફેંકતાં દીકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી તુષારે પિતા સામે કોથરુડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે એ ઘટના પછી શામ કદમ નાસતો ફરી રહ્યો છે. કેસની તપાસ અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પવાર કરી રહ્યા છે. 

mumbai news mumbai pune news pune Crime News